ભાજપના CM નુ નિવેદન બન્યું ચર્ચાનો વિષય મધ્યપ્રદેશની મહત્વપૂર્ણ લાડલી બહેના યોજના ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી લાડલી બહેના યોજના ખૂબ જ ખર્ચીલી થઈ ગઈ છે, મુખ્યમંત્રી બનતી વખતે મને તેનો કોઈ અંદાજાે નહોતો‘
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્ય સરકારની મહત્ત્વની ‘લાડલી બહેના યોજના‘ને લઈને એક નિવેદન આપ્યું છે, જે હાલમાં ભારે ચર્ચામાં છે. રાજધાની ભોપાલના રવીન્દ્ર ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યાદવ એક કન્ટેન્ટ ક્રિએટરના સવાલોના જવાબ આપી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે હળવાશથી કહ્યું કે, ‘લાડલી બહેના યોજના ખૂબ જ ખર્ચીલી થઈ ગઈ છે, મુખ્યમંત્રી બનતી વખતે મને તેનો કોઈ અંદાજાે નહોતો.‘
છતરપુરની બુંદેલી કન્ટેન્ટ ક્રિએટરએ મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે, સરકાર આટલું બધું કામ કરી રહી છે, તો હવે દીકરીઓ માટે આગળ શું નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે?‘
આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી મોહન યાદવે હસતા-હસતા કહ્યું કે, ‘બેટા, આ અંદરની વાત છેપ મને શું ખબર હતી કે મુખ્યમંત્રી બનતા જ આર્થિક બોજ પડે છે! લાડલી બહેના યોજના ખૂબ જ ખર્ચીલી સાબિત થઈ છે.‘ જાેકે, તેમણે મજાકના અંદાજમાં ક્રિએટરને એમ પણ કહ્યું કે, ‘હાલ તું આ યોજના માટે યોગ્ય નથી, થોડી મોટી થઈ જા, પછી તને પણ આ યોજનાનો લાભ આપીશું.‘મુખ્યમંત્રીના આ નિવેદન બાદ રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ઉમંગ સિંઘરે નિશાન સાધતા જણાવ્યું હતું કે, ‘ચૂંટણી પહેલાં બહેનો ‘લાડલી‘ બની જાય છે અને સત્તામાં આવતા જ તે ‘પરેશાની‘ બની જાય છે, આ જ ભાજપનું અસલી મહિલા સન્માન છે.‘મધ્યપ્રદેશ સરકાર હાલમાં ‘લાડલી બહેના યોજના‘ અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે.
આ યોજના પાછળ રાજ્યના ખજાનામાંથી વાર્ષિક આશરે ૨૨,૬૮૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ કરી હતી, જેમાં શરૂઆતમાં ૧૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું, જે સમય જતાં વધારીને હવે ૧૫૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે.




