
Bharat Ratna : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારતના બે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે. તેમની સાથે, ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને પણ મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
પરિવારના સભ્યોએ એવોર્ડ મેળવ્યા હતા
રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારત રત્ન એવોર્ડ સમારોહ યોજાયો હતો. તમામ એવોર્ડ તેમના પરિવારના સભ્યોએ મેળવ્યા હતા.ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવે રાષ્ટ્રપતિ દ્વારા તેમના પિતાને આપવામાં આવેલો એવોર્ડ સ્વીકાર્યો હતો.