
ICE એ જશનપ્રીત સિંહને ક્રિમિનલ એલિયન ગણાવ્યો અમેરિકાના સેન ડિએગોમાં ભારતીય નાગરિકની ધરપકડ જશનપ્રીત સિંહ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયા છે.
અમેરિકાના સેન ડિએગોમાં ભારતીય નાગરિક જશનપ્રીત સિંહની અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓએ ધરપકડ કરી છે. અધિકારીઓએ તેને ક્રિમિનલ એલિયન એટલે કે ખતરનાક ગુનેગાર જાહેર કર્યો છે. આ ધરપકડ અંગેની માહિતી સેન ડિએગોની એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, જશનપ્રીત સિંહ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયા છે. તેમાં ધમકી આપી લોકોમાં ડર ફેલાવવો, ઘાતક હથિયારથી હુમલો કરવો અને દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરવાના આરોપો સામેલ છે. હાલમાં તેને ICEની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ અમેરિકાથી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
કઈ પરિસ્થિતિમાં ધરપકડ થઈ, હજુ સ્પષ્ટ નથી અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, ઇમિગ્રેશન કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી બાદ જ નક્કી થશે કે જશનપ્રીત સિંહને અમેરિકામાંથી પાછો મોકલવામાં આવશે કે નહીં. જાેકે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તેની ધરપકડ કઈ પરિસ્થિતિમાં થઈ અને તેની આગામી કોર્ટ હિયરિંગ ક્યારે થશે.
અમેરિકામાં જશનપ્રીત સિંહ નામ સાથે જાેડાયેલો એક બીજાે કેસ પણ ચર્ચામાં રહ્યો હતો. ગયા વર્ષે કેલિફોર્નિયામાં આ જ નામના ૨૧ વર્ષના ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરનો મોટો રોડ અકસ્માત થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ કેસમાં શરૂઆતમાં ટ્રક ડ્રાઈવર પર દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાનો આરોપ મૂકાયો હતો. જાેકે, પછી આવેલી ટોક્સિકોલોજી રિપોર્ટમાં સાબિત થયું કે અકસ્માત સમયે તેના લોહીમાં દારૂ કે કોઈ નશીલા પદાર્થના અંશ નહોતા. ત્યારબાદ તેના પરથી ડ્ઢેંૈંનો આરોપ હટાવી દેવામાં આવ્યો હતો.
જાેકે, પ્રોસિક્યુટર્સે એ કેસમાં ત્રણ લોકોના મોત માટે ગ્રોસ નેગ્લિજન્સ સાથે વાહનથી અજાણતા હત્યા અને હાઈવે પર બેદરકારીથી વાહન ચલાવવાના આરોપો મૂક્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત ત્યારે થયો હતો જ્યારે ટ્રક ડ્રાઈવર સમયસર વાહન રોકી શક્યો નહોતો અને એક વાહન સાથે અથડાયા બાદ અનેક વાહનોને અડફેટે લીધા હતા.





