
વડાપ્રધાન મોદીની પોલીસને ટકોર લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે
છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ૬૦મી અખિલ ભારતીય ડીજીપી-આઇજી સંમલેનનો આજે અંતિમ દિવસ હતો.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સંમેલનમાં સામેલ થયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પોલીસને ટકોર કરતાં કહ્યું છે કે લોકોમાં પોલીસની જે છબી છે તે બદલવાની જરૂર છે, ખાસ કરીને યુવાનોમાં.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે. પ્રતિબંધિત સંગઠનોનું રેગ્યુલર મોનિટરિંગ તથા માઓવાદથી મુક્ત થયેલા વિસ્તારોમાં વિકાસ અને દરકિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ વધુમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતયી નાગરિક સુરક્ષા સંહિતા વિશે લોકોમાં જાગરૂકતા વધારવાની અપીલ પણ કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખાલી ટાપુઓને જાેડવા માટે નવી વ્યૂહનીતિ અપનાવો. NATGRID હેઠળ જાેડાયેલા ડેટાબેઝનો વધુ સારો ઉપયોગ કરો તથા હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લો.
આ વખતે કાૅંફરેન્સની થીમ ‘વિકસિત ભારત, સિક્યુરિટી ડાઈમેન્શન્સ‘ રાખવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દેશના NSA અજિત ડોભાલ સહિત અનેક લોકો સામેલ થયા હતા.
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે ઊંડી ચર્ચા કરવામાં આવી. જેમાં આતંકવાદ અને કટ્ટરતાના નવા ટ્રેન્ડ સામે લડવા માટેનો રોડ મેપ, મહિલાઓની સુરક્ષા વધારવા માટે ટેકનોલોજીની મદદ તથા વિદેશ ભાગી ગયેલા ભાગેડુઓને પાછા લાવવા કેવી સ્ટ્રેટેજી અપનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી.




