
લાલ કિલ્લાનો ઈતિહાસ અને વર્તમાન સમસ્યા લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, કારણ દિલ્હીની ઝેરી હવા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ૨ મીટર જાડો કાળો થર દૂર કર્યો હતો પરંતુ પ્રદૂષણ આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનારો દિલ્હીનો લાલ કિલ્લો હાલ કાળો પડી રહ્યો છે. તેની લાલ દિવાલો હવે કાળી થઈ રહી છે. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીની ઝેરી હવા લાલ કિલ્લાને કાળી બનાવી રહી છે. ‘કેરેક્ટરાઈઝેશન ઓફ રેડ સેન્ડસ્ટોન એન્ડ બ્લેક ક્રસ્ટ ટુ એનાલાઈઝ એર પોલ્યુશન ઈમ્પેક્ટ્સ ઓન અ કલ્ચરલ હેરિટેજ બિલ્ડિંગ: રેડ ફોર્ટ, દિલ્હી, ઈન્ડિયા‘ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણના કારણે આ સ્મારકને નુકસાન થઈ રહ્યું છે.
લાલ કિલ્લો ૧૬૩૯માં શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેનું બાંધકામ ૧૬૪૮માં પૂર્ણ થયું હતું. તેનું નામ લાલ વિંધ્ય રેતીના પથ્થર પરથી આવ્યું છે, જે તેની વિશાળ દિવાલો (૨૦-૨૩ મીટર ઊંચી અને ૧૪ મીટર જાડી) અને મહેલોનો આધાર છે. ૧ ચોરસ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા લાલ કિલ્લો તે ૨.૪ કિલોમીટર દિવાલોથી ઘેરાયેલું છે. ૨૦૦૭માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કર્યું હતું. પરંતુ આજે તેની દિવાલો પર કાળા પડ (કાળા પોપડા) બની રહ્યા છે. આ પોપડા આશ્રય વિસ્તારોમાં ૦.૦૫ મીમી પાતળા અને ટ્રાફિક વિસ્તારોમાં ૦.૫ મીમી જાડા છે. આ કિલ્લાની સૌંદર્યલક્ષી અને માળખાકીય અખંડિતતાને જાેખમમાં મૂકે છે. ૨૦૧૮માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)એ૨ મીટર જાડો કાળો થર દૂર કર્યો હતો. પરંતુ પ્રદૂષણ આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે.
ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ઇટાલીના વિદેશ મંત્રાલયના સહયોગથી હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પ્રદુષણના કારણે લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે. આ અહેવાલ તૈયાર કરવામાં IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્કરી





