Vistara Flight:ફ્રાન્સની રાજધાની પેરિસથી મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં 306 લોકોને બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ તરત જ પ્લેન આવે તે પહેલા મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન રવિવારે સવારે 10:19 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
વિસ્તારાએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી મુંબઈ જતી ફ્લાઈટ UK 024માં એર સિકનેસ બેગ પર બોમ્બની ધમકીવાળી એક નોંધ મળી આવી હતી.
ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર રાત્રે 10:08 વાગ્યે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી આપતાં સૂત્રએ જણાવ્યું કે ફ્લાઈટ સવારે 10:19 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
પેરિસ-મુંબઈ ફ્લાઈટમાં 294 મુસાફરો સાથે 12 ક્રૂ મેમ્બર હતા, એમ સૂત્રએ જણાવ્યું હતું. વિસ્તારાએ જણાવ્યું હતું કે, 2 જૂન, 2024ના રોજ પેરિસથી મુંબઈ સુધી ઓપરેટ થનારી એરલાઇનની ફ્લાઇટ UK 024માં મુસાફરી કરતી વખતે અમારા સ્ટાફ દ્વારા સુરક્ષાની ચિંતા ઊભી કરવામાં આવી હતી. પ્રોટોકોલને અનુસરીને એરલાઈને તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી.