(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
ભાજપના વધુ એક નેતાની પુત્રી CJP ના આંદોલનના સમર્થનમાં આવતા ભાજપ નેતાઓમાં હડકંપ મચી ગયો છે. યજસ્વીની રાજ સિંહે દિલ્હીના જંતર મંતર ખાતે cjp ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો અને આંદોલનને ટેકો આપ્યો તેમણે પોતાના રાજીનામાના પત્રમાં પ્રદર્શનકારીઓ પ્રત્યે વાપરેલી ભાષા માટે ધર્મેન્દ્ર પ્રધાનની ટીકા કરી. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવી રહેલા વિશાળ વિરોધ પ્રદર્શનને ભાજપના અનેક નેતાઓની પુત્રીઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. જેમાં હવે વધુ એક નામ યશસ્વીની રાજસિંહનું ઉમેરાયુ છે. ઉત્તર પ્રદેશની ફતેહપુર સદર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા વિક્રમસિંહની પુત્રી તથા કન્ટેન્ટ ક્રિએટર યશસ્વીનીએ દિલ્હીના જંતર મંતર ખાતે સીજેપીના વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લીધો હતો.
"અલ જઝીરા" સાથેની એક મુલાકાતમાં તેમણે નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીને "બ્લીક જોક" (બિનઅસરકારક હાસ્યાસ્પદ) ગણાવ્યા હતા. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને પશ્ચાતાપ કરવાને બદલે "શહીદો"નો અહંકાર દર્શાવવા સમાન ગણાવ્યુ હતું.
યશસ્વીનીએ રાજીનામાના પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વપરાયેલા શબ્દોની સખત ટીકા કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેમનો આ નિર્ણય "દેશ વિરોધી તાકાતો" સ્થિતિનો ગેરલાભ ન ઉઠાવે તે માટે છે. તેમણે અલજઝીરાને જણાવ્યું કે"આ રાજીનામાને કોઈ મોટો પરિવર્તનકારી મોડ ગણવો એ ખૂબ જ સીમિત વિચારસરણી છે."





