
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
રાજસ્થાનનો શેખાવતી વિસ્તાર અનોખી સંસ્કૃતિ તથા વીરો અને ચમત્કારી સંતોની તપોભૂમિ તરીકે જાણીતો છે. ત્યાંના સીકર જિલ્લાના દાંતા રામગઢ ના તહસીલના બાય ગામના રહેવાસી સંત શંકરદાસ મહારાજ, જેમને ભક્તો “ખડેશ્વર બાબા” તરીકે ઓળખે છે.તેઓ પોતાના અનોખા સંકલ્પ ને કારણે આ દિવસોમાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
બાબા તાજેતરમાં જ સંપન્ન થયેલી નિર્જળા એકાદશીના દિવસે માતા વૈષ્ણોદેવી ના દર્શન માટે આશરે એક હજાર કિલોમીટર લાંબી અત્યંત કઠિન દંડવત યાત્રા પર નીકળ્યા છે બાબા આખુ અંતર જમીન પર સૂઈને એટલે કે દંડવત પ્રણામ કરતાં કરતાં કાપશે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની પોતાની મુખ્ય માંગણીને લઈને તેમણે બાવીસ વર્ષ પહેલા બેસવાનું અને હવે સૂવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે.
ત્યારથી તેઓ ચોવીસે કલાક સતત ઊભા રહીને જ પોતાની દૈનિક ક્રિયાઓ અને પ્રભુ સાધના કરે છે.આજ કારણે લોકો તેમને શ્રધ્ધાથી ખડેશ્વર બાબા કહે છે.





