
ખુદ CM એ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર.ટ્રમ્પના ટેરિફના કારણે તિરુપુરમાં ૩૦ લાખ લોકોની નોકરીઓ જશે.તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છ.ભારતના નીટવેર કેપિટલ ગણાતા તિરુપુરમાં ગંભીર સંકટના વાદળો છવાયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફના કારણે તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ સ્થિતિને જાેતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના જાેઈન્ટ સેક્રેટરી કુમાર દુરૈસામીના મતે, તિરુપુરમાં ૨,૫૦૦ નિકાસકારો અને ૨૦,૦૦૦ સ્વતંત્ર એકમો કાર્યરત છે. ભારતની કુલ નીટવેર નિકાસમાં આ વિસ્તારનો હિસ્સો ૬૮ ટકા જેટલો માતબર છે. ગયા વર્ષે આ ક્ષેત્રે રૂ. ૪૪,૭૪૪ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. કોવિડ લોકડાઉન, વૈશ્વિક આર્થિક મંદી અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી પ્રતિકૂળતાઓ છતાં આ ક્ષેત્રે ૨૦ ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. તિરુપુર મુખ્યત્વે અમેરિકા (૪૦%), યુરોપ (૪૦%), યુકે (૧૦%) અને અન્ય દેશોમાં નિકાસ કરે છે.
તિરુપુરને દેશની નીટવેર રાજધાની તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, તે ભારતના કાપડ નિકાસમાં પ્રભુત્વ ધરાવે છે. ખાસ કરીને કોટન નીટવેર, જે રાષ્ટ્રીય હિસ્સાના ૯૦%થી વધુનું ઉત્પાદન કરે છે, અને કુશળ મજૂર સાથે વિશાળ માળખાગત સુવિધા ધરાવે છે. એટલું જ નહીં, તિરુપુર વૈશ્વિક બ્રાન્ડ્સને ટેકો આપે છે અને લાખો લોકો માટે રોજગારીનું પણ સર્જન કરે છે. કોટન જિનિંગમાં સફળતા હાંસલ કરીને તિરુપુર હોઝિયરી, કેઝ્યુઅલ વેર અને સ્પોર્ટસવેરનું કેન્દ્ર બની ગયું છે. હવે તે દેશના ગાર્મેન્ટ ઉદ્યોગ માટે એક મુખ્ય આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત થયું છે. આ સ્થિતિમાં જે નિકાસકારો સંપૂર્ણપણે અમેરિકન ખરીદદારો પર ર્નિભર છે, તેમની હાલત સૌથી વધુ કફોડી બની છે. અન્ડરગારમેન્ટ્સ, બેબી સૂટ્સ અને સ્લીપવેર બનાવતી ફેક્ટરીઓ ઊંડી મુશ્કેલીમાં મુકાઈ છે. આ ચીજવસ્તુઓમાં નફાનું માર્જિન ખૂબ જ ઓછું હોય છે, તેથી આટલી મોટી જકાત સહન કરવી ઉત્પાદકો માટે અશક્ય છે. વાત એમ છે કે, હવે અમેરિકા સહિતના ખરીદદારો ફેક્ટરીઓને ૨૭ ઓગસ્ટ સુધીમાં તૈયાર માલ મોકલવાની સૂચના આપી રહ્યા છે. એટલું જ નહીં, ટેક્સનો અમુક હિસ્સો ભોગવવા પણ દબાણ કરી રહ્યા છે. જાે કે, ભારત માટે વધારાના ૨૫% ટેક્સની જાહેરાત કરાઈ, ત્યારે આ આંચકો અસહ્ય બની ગયો છે. આ સ્થિતિમાં ૨૭ ઓગસ્ટ પછીના તમામ ઓર્ડર અટકાવી દેવાયા છે.




