ફિલ્મમાં સુરભી દાસ સીતાની બહેનના રોલમાં જાેવા મળશે ‘રામાયણ’માં સીતાની બહેનના પાત્ર એ બધાનું ધ્યાન ખેંચ્યું! ફિલ્મ સુધી પહોંચવા માટે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકશે છાબડા પાસે ઓડિશન આપ્યું : સુરભી દાસ
મુંબઈ: ફિલ્મનિર્માતા નિતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં છે. કોઈ એના પાત્ર રાવણની વાત કરે છે તો કોઈ ફહ્લઠની. પણ આ ફિલ્મમાં એક એવી પણ એક્ટ્રેસ છે જે પહેલીવાર ફિલ્મલાઈનમાં એન્ટ્રી કરી રહી છે. જે સ્ટોરીનો મહત્ત્વનો ભાગ બની રહેશે. ટેલિવિઝન ક્ષેત્રે કરિયર બનાવવા માટે નોર્થ ઈસ્ટથી ડાયરેક્ટ મુંબઈ આવેલી સુરભી દાસ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તે સીતાની બહેનના રોલમાં જાેવા મળશે. એક ખાસ મુલાકાતમાં તેણે પોતાના કેરિયર અંગેના કેટલાક પાસા પર દિલ ખોલીને વાત કરી છે. સુરભીએ જણાવ્યું હતું કે, ફિલ્મ સુધી પહોંચવા માટે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકશે છાબડા પાસે ઓડિશન આપ્યું. પણ વાત નક્કી થતા બે મહિનાનો સમય પસાર થઈ ગયો હતો.એ સમયે હું પાંડ્યા બ્રર્ધસનું શુટિંગ કરી ચૂકી હતી.હું મુકેશ છાબડા પાસે ગઈ અને ઓડિશન આપ્યું. બે મહિના પછી મને કોલ આવ્યો અને સિલેક્શન થયું. એ પછી લૂક ટેસ્ટ અને કોસ્ચ્યુમ પર ટ્રાયલ થયો. પણ મને તો વિશ્વાસ થતો ન હતો કે, ખરેખર મારે આ દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાનું છે.સ્ક્રિન શૅર કરવાની છે. આ એક અદભૂત અહેસાસ છે અને હું પ્રભુનો આભાર વ્યક્ત કરૂ છું. ટેલિવિઝન ક્ષેત્રે કામ કર્યા બાદ એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું કે, કોઈ નિરાશાને કારણે આવી નથી પણ એક્ટ્રેસ તરીકે આગળ વધવાની ઈચ્છા સાથે તે કામ કરી રહી હતી. એક્ટ્રેસે ઉમેર્યું કે, હું આને કોઈ રીતે સંઘર્ષ નહીં કહુ આ તો બસ એક પ્રક્રિયા છે. હું કોઈ ફિલ્મ પરિવારમાંથી આવી નથી કે કોઈ એક ફોન કોલ કરીને કામ અપાવી શકે. ઑપન ઓડિશન આપવાના હોય અને સતત ઓડિશન આપતા રહેવું પડે. જ્યાં સુધી તમારા પ્રોજેક્ટ રિલીઝ થતા નથી તમારે કાસ્ટિંગ ડાયરેક્ટરના સતત સંપર્કમાં રહેવું પડે છે. તે શ્રુતકીર્તિનું પાત્ર ભજવી રહી છે. તેણીએ કહ્યું, હું ઊર્મિલાની ભૂમિકા ભજવી રહી નથી. હું શ્રુતકીર્તિનું પાત્ર ભજવી રહી છું, જે સીતાની સૌથી નાની બહેન અને શત્રુઘ્નની પત્ની છે. હું ‘રામાયણ’ નો ભાગ બનવા બદલ ખૂબ જ આભારી છું, ભલે તે એક નાનો રોલ હોય. જ્યારે મને ફોન આવ્યો, ત્યારે હું વિચારતી રહી કે શું મને ફક્ત શોર્ટલિસ્ટ કરવામાં આવી છે કે ખરેખર ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે. મને વિશ્વાસ જ નહોતો આવતો. આટલી મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મનો ભાગ બનવું અને આટલા મોટા પાયે બનવું એ એક સ્વપ્ન જેવું લાગ્યું.તકો તેને મળતી રહી.આ વિશે બોલતા, તેણીએ કહ્યું, જ્યારે હું આસામથી આવી ત્યારે હું પહેલેથી જ ‘નીમા ડેન્ઝોંગપા’ પર કામ કરી રહી હતી. તે પછી, મેં ‘પંડ્યા સ્ટોર’ કર્યું. પછી, મેં ટેલિવિઝનથી દૂર રહેવાનું નક્કી કર્યું. મેં ‘રામાયણ’ પર કામ કર્યું, અને હવે મારી પાસે વધુ બે ફિલ્મો પાઇપલાઇનમાં છે. હું એટલી નસીબદાર છું કે મને લાંબા સમય સુધી કામ વગર બેસવું પડ્યું નથી.૧૯૭૧ ના યુદ્ધ પર આધારિત ફિલ્મમાં દેખાવાની તૈયારીમાં છે. તેણીના આગામી પ્રોજેક્ટ્સમાં વિકાસ બહલની ‘દિલ કા દરવાજા ખોલના ડાર્લિંગ’ પણ શામેલ છે.





