
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે જ્યારે સમાજમાં સાસુ-વહુ વચ્ચે અબોલા,અણબનાવ થી લઈ થતા. રોજેરોજના ઝઘડાઓથી તદ્દન વિરોધી કહેવાય એવો કિસ્સો એટલે કે વહુએ બજાવી દીકરીની ફરજ જેવી આ વાત છે એક સાસુ વહુની. દેશનું જાણીતું પવિત્ર ધામ વૃંદાવન આ વૃંદાવનમાં ૮૪ કોસની પરિક્રમામાં એક મહિલાએ સેવા, સમર્પણ અને શ્રદ્ધાની મિસાલ પૂરી પાડી હતી. તેણે (વહુ)એ પોતાના સાસુની ઈચ્છા પૂરી કરી હતી અને સાસુણે માથે ઊંચકીને ૮૪ કોસની પરિક્રમા કરી હતી. વૃદ્ધાવસ્થા અને શારીરિક નબળાઈને કારણે સાસુમાં ચાલી શકતા નહોતા. એટલે પગપાળા ૮૪ કોસની યાત્રા કરવાનું સંભવ નહોતું. એમ છતાં તેમના મનમાં ઘણા સમયથી વ્રજની પરિક્રમા
કરવાની ઈચ્છા ઊંડે ઊંડે ઘરબાયેલી હતી.
સાસુની આ ઈચ્છાને પૂરી કરવાનો સંકલ્પ તેની વહુએ લીધો હતો. તેણે સાસુને એક ટબમાં બેસાડયા અને એ ટબ જાણે માટલુ ઉઠાવીએ એમ માથા પર ઈંઢોણી મૂકીને પરિક્રમા કરવાનું શરૂ કરી દીધું .આ દ્રશ્ય અનેક શ્રદ્ધાળુઓને ભાવુક કરી દેનારું હતું. જ્યારે લોકોને ખબર પડી કે આ મહિલા સાસુની ઈચ્છા પૂરી કરવા માટે આટલા આકરા તાપમાં તેમને માથે ઊંચકીને વ્રજયાત્રાની કઠિન તપસ્યા કરી રહી છે ત્યારે તેમને વહુ માટે માન થઈ આવ્યું હતું. આને કહેવાય સાસુ-વહુ નો સાચો પ્રેમ જેમાં થાય છે મા-દીકરીનો અહેસાસ??





