તપાસ દરમિયાન પિસ્તોલમાંથી ગોળી છૂટ્યાના અહેવાલ વારાણસી એરપોર્ટ પર ફાયરિંગ, મહિલા અને યુવક ઘાયલ થયા વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગોળી ચાલવાથી અફરાતફરી મચી ગઈ હતી ઉત્તર પ્રદેશના વારાણસી એરપોર્ટ પર ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં ૨ લોકો ઘાયલ થયા છે. આઝમગઢનો એક મુસાફર છૈિAir India ની ફ્લાઇટથી મુંબઈ જવાનો હતો. તેની પાસે પિસ્તોલ અને મેગેઝિન પણ હતું. મુસાફરે પોતાની પિસ્તોલ અને મેગેઝિનની જાણકારી પણ આપી હતી. આ દરમિયાન અચાનક પિસ્તોલમાંથી ગોળી ચાલી ગઈ અને જમીન સાથે અથડાયા બાદ નજીકમાં ઊભેલા એક યુવક અને મહિલાને વાગી હતી.
મહિલાની જાંઘ અને યુવકના હાથમાં ગોળી વાગી છે. બંનેને તાત્કાલિક હરહુઆની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ હવે પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી કરી રહી છે. આ ઘટના વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટની છે. વારાણસી પોલીસે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ૧૬ ઓગસ્ટે લગભગ ૯:૩૦ વાગ્યે IX-૧૮૧૦થી મુંબઈ જનાર એક મુસાફર પિસ્તોલ લઈને આવ્યો હતો. તે પોતાની પત્ની સાથે મુસાફરી કરી રહ્યો હતો.
હથિયારની તપાસ દરમિયાન મુસાફર પાસેથી એક ગોળી ચાલી ગઈ, જેના કારણે ૨ છછૈંઝ્રન્છજી સુરક્ષા તપાસકર્તા ઘાયલ થયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે બંનેને સારવાર માટે ન્યૂ લક્ષ્મી ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.





