
અમારી ફિલ્ડિંગ યોગ્ય નહોતી : શુભમન ગિલ.શુભમન ગિલે સ્પષ્ટપણે ટીમની ખરાબ ફિલ્ડિંગને તેની હારનું મુખ્ય કારણ ગણાવ્યું.ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પોતાની ટિકિટ સુરક્ષિત કરી લીધી.IPL 2026ની ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પોતાની ટિકિટ સુરક્ષિત કરી લીધી છે. મેચની શરૂઆતમાં એવું લાગતું નહોતું કે ગુજરાત આટલી ખરાબ રીતે હારશે. પહેલા બેટિંગ કરતા RCB વેંકટેશ ઐયરે ધમાકેદાર શરૂઆત અપાવી. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ૭૨ રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને મજબૂત બનાવી.
એક સમયે ગુજરાત મેચમાં વાપસી કરવા માટે તૈયાર લાગતું હતું જ્યારે જેસન હોલ્ડરે કોહલી અને પડિકલ બંનેને એક જ ઓવરમાં આઉટ કર્યા. જાે કે, ત્યારબાદ રમવા આવેલા રજત પાટીદારે મેચનું સંપૂર્ણ પાસું પલટી નાખ્યું. RCB કેપ્ટન પાટીદારને ૨૦ રન પર જીવનદાન મળ્યું અને ત્યારબાદ તેણે ગુજરાતના બોલરો પર વિનાશ વેર્યો. પાટીદારે માત્ર ૩૩ બોલમાં અણનમ ૯૩ રન બનાવ્યા. તેની વિસ્ફોટક ઇનિંગને કારણે, ઇઝ્રમ્એ ૨૫૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
૨૫૫ રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે પ્રથમ પાંચ ઓવરમાં જ તેના ટોચના ત્રણ બેટ્સમેન ગુમાવી દીધા. સાઈ સુદર્શન ખૂબ જ કમનસીબ રીતે આઉટ થયો, તે ‘હિટ વિકેટ‘ આઉટ થયો. આ પછી ભુવનેશ્વર કુમારે શુભમન ગિલને આઉટ કર્યો, જ્યારે જાેશ હેઝલવુડે જાેસ બટલરની વિકેટ લીધી. રશીખ સલામ દારે ડબલ-વિકેટ મેડન ઓવર નાખીને ગુજરાતની બાકીની આશાઓ પર પાણી ફેરવી દીધું. ત્યાર બાદ રાહુલ તેવટિયા લડાયત ઈનિંગ રમી, પરંતુ તે જીત માટે પૂરતી નહોતી.
મેચ બાદ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટપણે ટીમની ખરાબ ફિલ્ડિંગને તેની હારનું મુખ્ય કારણ ગણાવ્યું. ગિલે કહ્યું કે, અમે ૧૨મી કે ૧૩મી ઓવર સુધી સ્પર્ધામાં હતા, પરંતુ અમારી ફિલ્ડિંગ યોગ્ય નહોતી. અમે કેટલાક કેચ છોડ્યા અને અમારી ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ ખરાબ હતી.
તેણે સ્વીકાર્યું કે દબાણની સ્થિતિમાં ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ. ગિલે કહ્યું કે, અમે અમારી ટીમ મીટિંગ્સ અને પ્રેક્ટિસ સેશનમાં આ પાસાઓની ચર્ચા કરીએ છીએ, પરંતુ આજે અમારો દિવસ નહોતો. આક્રમકતા તો હતી જ, પરંતુ દબાણની પરિસ્થિતિઓમાં અમે નિષ્ફળ ગયા.
ગુજરાતના કેપ્ટને એમ પણ જણાવ્યું કે, જાે ટીમે પાવરપ્લે દરમિયાન મજબૂત શરૂઆત કરી હોત, તો આટલા મોટા ટાર્ગેટનો પીછો કરવો શક્ય હતો. સાઈ સુદર્શનના હિટ-વિકેટ આઉટ થવા અંગે ગિલે જણાવ્યું કે આવી રીતે આઉટ થવું ભાગ્યે જ જાેવા મળે છે અને તેને ટીમ માટે અત્યંત કમનસીબ ઘટના ગણાવી. હવે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પહોંચવાની તેની આશા જીવંત રાખવા માટે તેની આગામી મેચમાં વાપસી કરવી પડશે.





