
સચિન સહિત ઘણા દિગ્ગજાેએ પાછળ છોડ્યા વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા IPL ઈતિહાસમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન તેણે આ સિદ્ધિ માત્ર સૌથી ટૂંકી ઇનિંગમાં જ નહીં પરંતુ સૌથી ઓછા બોલમાં ૧,૦૦૦ રન પૂરા કરવામાં પણ હાંસલ કરી ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર-૨ માં વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. IPL માં ૧,૦૦૦ રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બનવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે પોતાની કારકિર્દીની ૨૩મી ઇનિંગમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા. તેણે આ સિદ્ધિ માત્ર સૌથી ટૂંકી ઇનિંગમાં જ નહીં પરંતુ સૌથી ઓછા બોલમાં ૧,૦૦૦ રન પૂરા કરવામાં પણ હાંસલ કરી છે.
ક્વોલિફાયર-૨ મેચ પહેલા વૈભવે પોતાની IPL કારકિર્દીમાં ૨૨ ઇનિંગ રમી હતી જેમાં ૯૩૨ રન બનાવ્યા હતા. તેમણે ગુજરાત સામે ૬૮ રન બનાવીને ૧,૦૦૦ રન પૂરા કર્યા હતા. તેણે ૨૫ ઇનિંગમાં ૧,૦૦૦ રન પૂરા કરનારા સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો હતો, જેમણે ૨૫ ઇનિંગમાં ૧,૦૦૦ રન પૂરા કર્યા હતા.
IPL સૌથી ઝડપી ૧,૦૦૦ રન (ભારતીય)
૨૩ ઇનિંગ્સ – વૈભવ સૂર્યવંશી
૨૫ ઇનિંગ્સ – સાઇ સુદર્શન
૩૦ ઇનિંગ્સ – રજત પાટીદાર
૩૧ ઇનિંગ્સ – સચિન તેંડુલકર
જાેકે IPL સૌથી ઝડપી ૧,૦૦૦ રનનો રેકોર્ડ શોન માર્શના નામે છે, જેણે ૨૧ ઇનિંગ્સમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો હતો, પરંતુ વૈભવે ભારતીયોમાં આ રેકોર્ડને પાછળ છોડી દીધા છે.
IPL ૧૯ વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડીએ એક જ સીઝનમાં વૈભવ સૂર્યવંશીના રેકોર્ડ જેટલા રેકોર્ડ તોડ્યા નથી. જ્યારે વૈભવ સૂર્યવંશીએ પહેલાથી જ એક જ સીઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, ત્યારે તેણે હવે IPL એક જ સીઝનમાં ૭૦૦ કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બનીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
તે એક જ સિઝનમાં ૭૦૦ કે તેથી વધુ રન બનાવનાર માત્ર પાંચમો ભારતીય ખેલાડી છે. વિરાટ કોહલીએ આ સિદ્ધિ બે વાર હાંસલ કરી છે, જ્યારે સાઈ સુદર્શન, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે એક-એક વાર આ સિદ્ધિ મેળવી છે.





