
૧૫ ફેબ્રુઆરી ક્રિકેટ ફેન્સ માટે સુપર સન્ડે ભારત અને પાકિસ્તાન રવિવારે મેદાનમાં ઉતરશે આ દિવસે બંને દેશોની મહિલા ટીમનો સામનો પણ થશે ૧૫ ફેબ્રુઆરીનો દિવસ ક્રિકેટ ફેન્સ માટે સુપરહિટ રહેવાનો છે. આ દિવસે ક્રિકેટ ફેન્સને IND vs PAK મેચનો ડબલ રોમાંચ જાેવા મળશે. આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ બે-બે મેચ રમાશે. ૧૫ ફેબ્રુઆરીએ ટી૨૦ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઈ વોલ્ટેજ મેચ રમાશે. તેના પર બધા ફેન્સની નજર રહેશે. પરંતુ આ દિવસે અન્ય એક મેચમાં IND vs PAK ની ટક્કર થશે, આ મેચ મહિલાઓ વચ્ચે રમાશે. તેની જાણકારી ખૂબ ઓછા ફેન્સને હશે. તો આવો આ વિશે તમને જણાવીએ.
ટી૨૦ વિશ્વકપ ૨૦૨૬મા ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાવાનો છે. આ મેચ કોલંબોના આર પ્રેમસાદા સ્ટેડિયમમાં રમાશે. આ મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર સાંજે ૪ કલાકે થશે. બંને ટીમના કેપ્ટન ૬.૩૦ કલાકે ટોસ માટે મેદાન પર આવશે. ભારત અને પાકિસ્તાનની ટીમો આ ટૂર્નામેન્ટમાં બે-બે મેચ રમી ચૂક્યા છે અને બંને ટીમોએ પોતાની પ્રથમ બંને મેચમાં જીત મેળવી છે. ભારતે યુએસએ અને નામીબિયાને પરાજય આપ્યો છે.
આ મેચ પહેલા ૧૫ ફેબ્રુઆરીએ બપોરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અન્ય એક મેચ રમાશે. આ મેચ છઝ્રઝ્ર દ્વારા આયોજિત મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટારમાં ઈન્ડિયા એ અને પાકિસ્તાન એ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ ઉભરતી મહિલા ખેલાડીઓ માટે મોટું મંચ છે. આ મેચ થાઈલેન્ડની રાજથાની બેંગકોકના ટેર્ડથાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે, જેની શરૂઆત બપોરે ૧૨.૩૦ કલાકે થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતે પ્રથમ મેચ યુએઈ સામે રમી હતી, જ્યાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.
મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં કુલ ૮ ટીમો રમી રહી છે. ભારત એ, પાકિસ્તાન એ, બાંગ્લાદેશ એ, શ્રીલંકા એ, યુએઈ, નેપાળ, મલેશિયા અને થાઈલેન્ડની ટીમો આ ટૂર્નામેન્ટમાં રમી રહી છે. ભારત ગ્રુપ એમાં પાકિસ્તાન એ, યુએઈ અને નેપાળની ટીમ સાથે છે.




