મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી ટીમ ઇન્ડિયાની જાહેરાત થતાં જ મોહમ્મદ શમીનું કરિયર ખતમ! મોહમ્મદ શમીનું સિલેક્શન ન થવા પાછળનું કારણ ટીમ ઇન્ડિયાના ભવિષ્યની યોજના હોઈ શકે છે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રમાનાર ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટી૨૦ ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી હતી હવે વનડે અને ટેસ્ટ ટીમનું એલાન કરવામાં અને તેની સાથે એ પણ ક્લિયર થઈ ગયું કે, મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. મોહમ્મદ શમી, જેણે ભારતને ઘણી ટેસ્ટ મેચ પોતાના દમ પર જીતાડી છે, જેણે ભારતીય પેસ અટેકને લીડ કર્યું, હવે માનવામાં આવી રહ્યું છે કે, તેનું કરિયર ખતમ થઈ ચૂક્યું છે. મોહમ્મદ શમી હવે કદાચ ક્યારેય ટીમ ઇન્ડિયામાં કમબેક નહીં કરી શકે. આખરે આવું કેમ? આવો જાણીએ.
મોહમ્મદ શમીનું સિલેક્શન ન થવા પાછળનું કારણ ટીમ ઇન્ડિયાના ભવિષ્યની યોજના હોઈ શકે. ભારતીય સિલેક્ટર્સ હવે આગામી સમય માટે પેસ અટેક મજબૂત કરવા માગે છે અને એ જ કારણ છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ગુરનૂર બરાડ, આકિબ નબી, અંશુલ કંબોજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. મોહમ્મદ શમી હવે ૩૬ વર્ષનો થઈ ચૂક્યો છે અને એક ફાસ્ટ બોલર માટે આટલી ઉંમરે કમબેક કરવું મુશ્કેલ છે. ભુવનેશ્વર કુમારે જરૂર એન્ટ્રી કરી છે, પરંતુ તેને ટી૨૦ ફોર્મેટ માટે પસંદ કરવામાં આવ્યો છે અને આ ફોર્મેટમાં શમીનું પ્રદર્શન સારું રહ્યું નથી.
મોહમ્મદ શમી છેલ્લીવાર ભારત માટે ૨૦૨૫માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો, જ્યાં તેણે ૭૪ રન આપીને ૧ વિકેટ પણ લીધી હતી. ત્યાર બાદ તેને ટીમથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે ઘરેલુ ક્રિકેટમાં સતત વિકેટ લઈ રહ્યો છે.
– શમીએ ગત રણજી ટ્રોફી સિઝનમાં ૭ મેચમાં ૩૭ વિકેટ ઝડપી હતી.
– વિજય હજારે ટ્રોફીમાં તેણે ૭ મેચમાં ૧૫ વિકેટ ઝડપી હતી.
– સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે ૭ મેચમાં ૧૬ વિકેટ લીધી હતી.
– દુલીપ ટ્રોફીની ફાઈનલમાં તેણે ૭ વિકેટ ઝડપી હતી.
આ પ્રદર્શનથી સ્પષ્ટ છે કે શમી પાસે હજુ પણ વિકેટ લેવાની ક્ષમતા છે, પરંતુ તેના પર સિલેક્ટર્સને વિશ્વાસ રહ્યો નથી. સિલેક્ટર્સ હવે ટીમ ઇન્ડિયાના ભવિષ્ય તરફ જાેઈ રહ્યાં છે અને તેના પ્લાનમાં હવે શમી ફિટ બેઠતો નથી. શક્ય છે કે, જલ્દી આ ખેલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા પણ કહી દે.




