
હોર્મુઝ બ્લોક કરવા US એ ૧૦૦૦૦ સૈનિક ખડક્યા અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો રૂ.૪૦૦૦ કરોડનો ફટકો અમેરિકા-ઇરાન વચ્ચે વધુ એક મંત્રણા આગામી દિવસોમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે : ટ્રમ્પે તૈયારી બતાવી અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ઇરાનને રોજનો રૂ. ૪૦૦૦ કરોડનો ફટકો પડી રહ્યો છે. ઇરાનના અર્થતંત્ર માટે આ નાકાબંધી મોટો ફટકો સાબિત થઈ શકે છે. ટ્રમ્પે ૧૩ એપ્રિલથી ઇરાનની નાકાબંધીની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં ઇરાન સાથેની ૨૧ કલાકની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી ઇરાનની નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજાેની નાકાબંધી માટે અમેરિકાએ ૧૦ હજાર સૈનિકો અને જહાજાે ખડક્યા છે. જાેકે, આ સિવાયના જહાજાેને જવા દેવામાં આવે છે.અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી શરૂ કરી છે ત્યારે ભારતના હજી પણ ૧૫ ટેન્કર ત્યાં ફસાયેલા છે. અત્યાર સુધી ઇરાને ભારતીય જહાજાેને છૂટ આપી હોવાથી ઘણા ભારતીય જહાજ હોર્મુઝની ખાડી પાર કરવામાં સફળ રહ્યા છે, પરંતુ હવે અમેરિકાની નાકાબંધીના કારણે ભારતની ચિંતા વધી ગઈ છે.
જાે કે ભારતે આશા છોડી નથી અને જહાજાેને લાવવાના પ્રયત્ન જારી છે.જાે કે અમેરિકાની નાકાબંધી છતાં પણ અમેરિકા દ્વારા પ્રતિબંધિત ચીની ટેન્કર ંરિચ સ્ટારી નાકાબંધી શરૂ થયા પછી હોર્મુઝ પાર કરનારું પ્રથમ જહાજ બન્યું છે. ઇરાન સાથે કારોબાર કરવાના લીધે ટેન્કર અને તેના માલિક શાંઘાઈ જુઆનરુ શિપિંગ કંપની પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો. ચીની જહાજ પછી બીજું જહાજ લાઇબેરિયાના ધ્વજવાળુ ક્રિસ્ટિયાના કેરિયર ત્યાંથી પસાર થયું હતું. તેણે ઇરાનના બંદર પર મકાઈ અનલોડ કરી હતી. આ સિવાય અન્ય જહાજ કોરોમોસ લારાક આઇલેન્ડ પાસેથી પસાર થયું હતું. જ્યારે યુએસ સેન્ટ્રલ કમાન્ડનો દાવો છે કે કોઈપણ શિપ પસાર થયું નથી. ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકા-ઇરાન વચ્ચે આગામી મંત્રણા પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે છે. જાે કે મહદઅંશે તે પાકિસ્તાનમાં યોજાય તેવી પૂરી સંભાવના છે. ટ્રમ્પ અને વેન્સે ડીલની દિશામાં આગળ વધવાના સંકેત પાઠવ્યા છે. આ મંત્રણા આગામી એક કે બે દિવસમાં યોજાઈ શકે છે. આ દરમિયાન આતંકી સંગઠન હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે લેબનોન-ઇઝરાયેલ વચ્ચેની મંત્રણાની કોઈપણ વાત તેમને લાગુ પડતી નથી. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ૧૯૪૮ પછી પહેેલી વખત સીધી મંત્રણા યોજાઈ રહી છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું છે કે તેઓ કોઈપણ ભોગે હીઝબુલ્લાહનું નિશસ્ત્રીકરણ કરવા માંગે છે. હીઝબુલ્લાહને કેટલા અંશે ખતમ કરી શકાય અથવા તો તેનું નિશસ્ત્રીકરણ કરી શકાય તેના પર જ લેબનોનમાં શાંતિનો આધાર રહેલો છે. આના લીધે જ અમેરિકા-ઇરાન યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલે લેબનોન પર હુમલા જારી રાખ્યા છે. ઇઝરાયેલનો દાવો છે કે ગયા સપ્તાહના હુમલામાં તેણે હીઝબુલ્લાહના ૨૫૦થી વધુ આતંકીઓને ખતમ કર્યા છે. આ દરમિયાન ચીને અમેરિકાના હોર્મુઝની નાકાબંધી કરવાના પગલાને જાેખમી અને બેજવાબદાર પગલું ગણાવ્યું છે. તેની સાથે તેણે ઇરાનને કોઈપણ પ્રકારની લશ્કરી સહાય પૂરી પાડતા હોવાનો પણ ઇન્કાર કર્યાે છે. આ બધા વચ્ચે અમેરિકાના શ્રમવિભાગે જણાવ્યું હતું કે તેનો પ્રાઇસ ઇન્ડેક્સ વધીને ફેબુ્રઆરીના ૦.૫ ટકાથી વધીને માર્ચ ૨૦૨૫માં ચાર ટકા થયો છે. જ્યારે એનર્જી પ્રાઇસીસ ફેબુ્રઆરીથી ૮.૫ ટકા વધ્યા છે. આઇઇએની આગાહી છે કે ઓઇલની માંગ રોગચાળા વખતે ઘટી હતી તેના કરતાં પણ વધુ ઘટશે.





