
વૈશ્વિક સ્તરે ભયાનક મોંઘવારીનો ખતરો ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ ભડકે બળ્યું: બ્રેન્ટ ક્રૂડ $100 ને પાર પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજાે પર પ્રોજેક્ટાઈલ હુમલા થતા જાેખમ વધ્યું છે.
બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં ૭%નો જંગી ઉછાળો આવતા કિંમત ઇં૧૦૦ પ્રતિ બેરલને પાર પહોંચી છે. કિંમતો ઘટાડવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા ૪૦ કરોડ બેરલ તેલ છોડવાના ર્નિણય છતાં ભાવ કાબૂ બહાર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર સંપૂર્ણ ઠપ થતા સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં ત્રણ જહાજાે પર પ્રોજેક્ટાઈલ હુમલા થતા જાેખમ વધ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટાડવા માટે ૪૦ કરોડ બેરલનો સ્ટોક ખુલ્લો મુકવાના ર્નિણય છતાં આજે ૧૨ માર્ચે ક્રૂડ ઓઈલની કિંમતોમાં તોતિંગ વધારો જાેવા મળ્યો છે. ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $100 પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે, જ્યારે WTI ક્રૂડ પણ ઇં૯૪ પર પહોંચ્યું છે.
નિષ્ણાતોના મતે, માત્ર તેલનો જથ્થો બજારમાં લાવવાથી સમસ્યા હલ નહીં થાય. સૌથી મોટો પડકાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માં સર્જાયેલો ઈરાની અવરોધ છે. આ રૂટ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જાેડે છે અને વિશ્વનો મોટાભાગનો રિફાઈન્ડ ઓઈલ તથા જેટ ફ્યુઅલનો જથ્થો અહીંથી જ પસાર થાય છે. હાલમાં અહીં ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે બંધ હોવાથી વૈશ્વિક સપ્લાય ખોરવાઈ ચુક્યો છે. બંને દેશો હાલ વાટાઘાટોના મૂડમાં જણાતા નથી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધવિરામ માટે શરત મૂકી છે કે અમેરિકા અને ઇઝરાયલ ભવિષ્યમાં તેના પર હુમલો નહીં કરે તેવી ખાતરી આપે અને નુકસાનનું વળતર ચૂકવે. જાેકે, અમેરિકા આ શરતો સ્વીકારે તેવી શક્યતા નહિવત છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ માંથી આશરે ૧૭.૨ કરોડ બેરલ તેલ છોડવાના સંકેત આપ્યા છે.




