મિડલ ઈસ્ટ યુદ્ધમાં ધકેલાઇ રહ્યું છે! હવે સાઉદીએ અમેરિકા સાથે મળીને ઈરાકમાં બોમ્બમારો કર્યાે સાઉદી અરેબિયાના રક્ષા મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે તેના પૂર્વી પ્રાંતમાં આવેલા ઓઈલ ઈન્ળાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને અનેક ડ્રોન છોડવામાં આવ્યા હતા
પશ્ચિમ એશિયામાં જારી તણાવ વચ્ચે હવે ખાડી દેશોની ભૂમિકા પણ ખુલીને સામે આવવા લાગી છે. અમેરિકા અને સાઉદી અરેબિયાએ ઇરાકમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો સામે સંયુક્ત હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી છેલ્લા ૭૨ કલાકમાં અમેરિકન ઠેકાણાઓ અને સાઉદી અરેબિયાના સૈન્ય ઠેકાણાઓ પર થયેલા ૩૦થી વધુ ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી છે.CENTCOM એ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે અમેરિકન અને સાઉદી લડાકુ વિમાનોએ પૂર્વ ઇરાકમાં અનેક લોજિસ્ટિક્સ અને હથિયારોના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા છે. અમેરિકાનો આક્ષેપ છે કે આ ડ્રોન હુમલાઓ પાછળ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ર્નિદેશ પર કામ કરતા ઈરાન સમર્થિત જૂથો હતા. અમેરિકન સેનાએ ચેતવણી આપી છે કે જો આવા હુમલા નહીં અટકે તો આગળ પણ સૈન્ય કાર્યવાહી જારી રહેશે.સાઉદી અરેબિયાના રક્ષા મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે તેના પૂર્વી પ્રાંતમાં આવેલા ઓઈલ ઈન્ળાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને અનેક ડ્રોન છોડવામાં આવ્યા હતા. જોકે, સાઉદી એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોનને તોડી પાડ્યા હતા અને કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. સાઉદી સરકારે આ હુમલાઓને “અયોગ્ય અને અસ્વીકાર્ય” ગણાવ્યા છે.દરમિયાન, અલ જઝીરાએ સુરક્ષા સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ઇરાકના બસરા પ્રાંતમાં પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસના મુખ્યાલયમાં પણ વિસ્ફોટ થયો છે.PMF (હશ્દ અલ-શાબી) ઇરાકના અનેક ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોનું ગઠબંધન છે. જોકે, વિસ્ફોટના કારણો અને સંભવિત જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.બીજી તરફ, ઈરાને સાઉદી અરેબિયા પર થયેલા હુમલાઓમાં પોતાની કોઈ પણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યાે છે. ઈરાની સરકારી પ્રસારકના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યું કે અન્ય કોઈ દેશમાંથી સાઉદી અરેબિયા તરફ છોડાયેલા ડ્રોન કે પ્રોજેક્ટાઈલ સાથે તહેરાનને કોઈ સંબંધ નથી. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારમાં અમેરિકન હિતો પર થતા દરેક હુમલાને ઈરાન સાથે જોડવું એ ખોટું આકલન છે..





