
મિડલ ઈસ્ટમાં હાહાકાર મચી ગયો અમેરિકાએ ઈરાનની શાન ગણાતો B1 બ્રીજ તોડી નાખ્યો બ્રીડ ધરાશાયી થતા ૪૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાનના એ ગર્વને માટીમાં મિલાવી દીધું છે, જેને તેમના વિકાસનો સૌથી મોટો પુરાવો માનવામાં આવતો હતો. તેહરાન અને કરબ જેવા બે મોટા શહેરોને જાેડતો રણનીતિક મ્૧ બ્રીજ પર એરસ્ટ્રાઈક કરી છે. જે બાદ આ પૂલ વચ્ચેથી તૂટી ગયો છે. આ હુમલો એટલો સટીક અને ઘાતક હતો કે તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. લગભગ ૪૦૦ મિલિયન ડોલરના ખર્ચાથી બનેલા આ પૂલ ખાલી વાહનવ્યવહાર માટે જ નહીં પણ ઈરાનની એન્જિનિયરિંગ અને તેની મજબૂતીનું પ્રતીક હતું. આ તબાહીએ ન ફક્ત ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડ્યું છે, પણ તેના આત્મવિશ્વાસ પર પણ ઘા કર્યો છે.
અમેરિકા અને ઇઝરાયલની જાેડીએ ઈરાનના સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારમાં ઘૂસીને હુમલો કર્યો છે. આ હુમલામાં વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ મ્૧ બ્રિજને સંપૂર્ણપણે ધરાશાયી કરી દેવામાં આવ્યો છે અને ૪૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ પુલ બનાવવામાં ઈરાને પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. આ બ્રિજ મિડલ ઈસ્ટના સૌથી ઊંચા પુલોમાંથી એક હતો. તેહરાન અને કરજ વચ્ચેના અંતરને ઓછું કરતો આ મહાપુલ હવે ઇતિહાસ બની ગયો છે. આ પુલ માત્ર વાહનોની અવરજવર માટેનો રસ્તો નહોતો, પણ ઈરાનની આર્થિક અને સૈન્ય પ્રવૃત્તિઓ માટે લાઈફલાઈન હતો. આ પુલ તૂટી જવાથી ઈરાનનું આખું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ભારે અસરગ્રસ્ત થયું છે. જાણકારોનું માનવું છે કે આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ ઈરાનના લોજિસ્ટિક્સને કાપવાનો છે, જેથી યુદ્ધની સ્થિતિમાં તેની સેના માટે હલનચલન મુશ્કેલ બની જાય. આ હુમલો રાજધાની તેહરાનથી એટલો નજીક થયો છે કે ઈરાનની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. હવે દુશ્મન સીધા ઈરાનના ઘરમાં ઘૂસીને હુમલા કરી રહ્યા છે.
માહિતી મળી રહી છે કે આ હુમલો એટલો જાેરદાર હતો કે પુલ ઉડી જતા જ ઈરાનના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં વીજળી બંધ થઈ ગઈ અને પાવર ગ્રિડ ઠપ થઈ ગયો. આ કાર્યવાહી ઈરાન માટે મોટું આર્થિક ઝટકો સાબિત થઈ છે, જેના કારણે આખા વિસ્તારમાં મોટા યુદ્ધનો ખતરો વધુ વધી ગયો છે.





