
અગ્રણી આઈટી કંપની વિપ્રોના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. વિપ્રોનો શેર સોમવારે 13% વધીને રૂ. 526.45 પર પહોંચ્યો હતો. કંપનીના શેરે એક વર્ષની નવી ઊંચી સપાટી બનાવી છે. વિપ્રોના શેરમાં આ વધારો ડિસેમ્બર 2023 ક્વાર્ટરના પરિણામો પછી આવ્યો છે. કંપનીના પરિણામોએ અંદાજોને પાછળ છોડી દીધા છે. કંપનીની અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ (ADR) 18 ટકા વધીને $6.35 થઈ ગઈ છે, જે લગભગ 20 મહિનામાં સૌથી વધુ છે.
10 મહિનામાં શેરમાં 50% થી વધુનો વધારો