
બુધવારે શેરબજારમાં ઘટાડામાં સૌથી વધુ હિસ્સો HDFC બેન્કનો હતો. સેન્સેક્સની કંપનીઓમાં એચડીએફસી બેંકના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે. કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. કંપનીએ મંગળવારે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ઘટાડામાં HDFC બેન્કનો ફાળો લગભગ 50 ટકા હતો. આ સિવાય બેંકોમાં કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, SBI અને IndusInd બેંકનો ઘટાડો થયો હતો.
બે દિવસમાં રૂ. 5.73 લાખ કરોડનું નુકસાનઃ શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોએ રૂ. 4.59 લાખ કરોડ ગુમાવ્યા છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 4,59,327.64 કરોડ ઘટીને રૂ. 3,70,35,933.18 કરોડ થઈ હતી. બજારમાં બે દિવસના ઘટાડા દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5,73,576.83 કરોડનો ઘટાડો થયો છે. BSE મિડકેપ 1.09 ટકા, જ્યારે સ્મોલકેપ 0.90 ટકા ઘટ્યો હતો.