
દેશનો આર્થિક વિકાસ દર 2023-24માં અપેક્ષા કરતાં વધુ સારો રહેવાની ધારણા છે. તેમજ મૂડી ખર્ચ પર સરકારના ભારને કારણે ખાનગી રોકાણ વધવા લાગ્યું છે જે અર્થતંત્ર માટે સારું છે. ભારતીય રિઝર્વ બેંકના બુલેટિનમાં પ્રકાશિત એક લેખમાં આ વાત કહેવામાં આવી છે. ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી’ પર પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વ અર્થતંત્ર માટે નજીકના ગાળાના વિકાસની સંભાવનાઓ વિવિધ છે અને એશિયાની આગેવાની હેઠળની ઉભરતી બજાર અર્થવ્યવસ્થાઓ બાકીના વિશ્વને પાછળ છોડી દેવા માટે તૈયાર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 2023-24માં અપેક્ષા કરતાં વધુ મજબૂત રહેવાની ધારણા છે. આ વૃદ્ધિ વપરાશમાંથી રોકાણ તરફના શિફ્ટ પર આધારિત છે.
સરકારે મોટો મૂડી ખર્ચ કર્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાના નેતૃત્વમાં એક ટીમ દ્વારા લખવામાં આવેલ આ લેખમાં કહેવામાં આવ્યું છે કે સરકારે મૂડી ખર્ચમાં વધારો કર્યો છે, તેની અસર દેખાવા લાગી છે. જેના કારણે ખાનગી રોકાણ વધવા લાગ્યું છે. દેશમાં સંભવિત ઉત્પાદન વધી રહ્યું છે. વાસ્તવિક ઉત્પાદન આના કરતાં વધુ છે.