Gujarat ATS Seized MD drugs: ગુજરાત ATSએ રૂપિયા 800 કરોડના MD ડ્રગ્સ જપ્ત કર્યા છે. ATSએ ગયા મહિને 18 જુલાઈના રોજ સુરતમાં ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ પછી એટીએસે જ્યારે આ મામલે વધુ તપાસ કરી તો સામે આવ્યું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવતા ભિવંડીમાં પણ એમડી ડ્રગનો કારોબાર ચાલતો હતો. એટીએસે ત્યાંના ફ્લેટમાં એમડીએ ડ્રગનું ઉત્પાદન કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. ATSએ સ્થળ પરથી 792 કિલો લિક્વિડ એમડી ડ્રગ જપ્ત કર્યું છે જેની કિંમત 800 કરોડ રૂપિયા છે.
ત્રણ ભાઈઓ એમડી ડ્રગ્સ બનાવતા હતા
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે આ કેસમાં મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે. આ બંને અગાઉ દુબઈમાં દાણચોરી કરતા હતા. સુરત પ્લાન્ટ કેસમાં આ બંનેની ભૂમિકા સામે આવી હતી. આ પછી દરોડો પાડવામાં આવ્યો હતો. એટીએસને આમાં આ સફળતા મળી છે. જોશીએ જણાવ્યું કે ભિવંડીના એક ફ્લેટમાં ત્રણ ભાઈઓ મળીને એમડી ડ્રગ્સ બનાવવાનું કામ કરતા હતા. જોષીએ જણાવ્યું હતું કે અન્ય એક કેસમાં એટીએસને જાણવા મળ્યું હતું કે ભરૂચમાં ટ્રામાડોલ નામની દવાનું ઉત્પાદન થતું હતું. તેનું નિર્માણ પંકજ રાજપૂત નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. ATSએ 31 કરોડનો સામાન રિકવર કર્યો છે. જોશીએ કહ્યું કે આ જેહાદી બુલેટ નિખિલ કપુરિયાના આદેશ પર બનાવવામાં આવી રહી છે. પંકજ અને નિખિલની ધરપકડ કરવાની બાકી છે. મુખ્ય આરોપીઓ કેવલ ગોંડલીયા અને હર્ષિત છે જેમની શોધ હજુ ચાલુ છે. એટીએસના જણાવ્યા અનુસાર આ ગોળી મોટી સંખ્યામાં બનાવીને આફ્રિકા મોકલવામાં આવી હતી.