મંગળવારે કાચા તેલની કિંમતમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો અને આજે તેમાં થોડો વધારો થયો છે. આમ છતાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 75 ડોલરની નીચે છે. આ દરમિયાન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ( petrol diesel price today ) જાહેર કર્યા છે. ભારતમાં સૌથી સસ્તું ઇંધણ વેચાતું કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર છે.
આંદામાન નિકોબારના પોર્ટ બ્લેરમાં 1 લીટર પેટ્રોલની કિંમત માત્ર 82.42 રૂપિયા છે. જ્યારે ડીઝલ 78.01 રૂપિયા પ્રતિ લીટર છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા અને ડીઝલની કિંમત 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ઝારખંડમાં પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા અને ડીઝલની કિંમત 92.56 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી
ઈન્ડિયન ઓઈલના રેટ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ( petrol diesel price ) કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. લખનૌમાં આજે પેટ્રોલની કિંમત 94.65 રૂપિયા અને ડીઝલની કિંમત 87.76 રૂપિયા પ્રતિ લીટર છે.
બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $74.67 પર છે. તે જ સમયે, WTI પ્રતિ બેરલ $ 71.00 પર ટ્રેડ કરી રહ્યો હતો.
રાજ્ય પેટ્રોલ ડીઝલ (₹/લિટર)
- આંદામાન અને નિકોબાર 82.42 78.01
- આંધ્ર પ્રદેશ 108.29 96.17
- અરુણાચલ પ્રદેશ 90.92 80.44
- આસામ 97.14 89.38
- બિહાર 105.18 92.04
- ચંદીગઢ 94.24 82.40
- છત્તીસગઢ 100.39 93.33
- દાદરા અને નગર હવેલી 92.51 88.00
- દમણ અને દીવ 92.32 87.81
- દિલ્હી 94.72 87.62
- ગોવા 96.52 88.29
- ગુજરાત 94.71 90.39
- હરિયાણા 94.24 82.40
- હિમાચલ પ્રદેશ 95.89 87.93
- જમ્મુ અને કાશ્મીર 99.28 84.61
- ઝારખંડ 97.81 92.56
- કર્ણાટક 102.86 88.94
- કેરળ 107.56 96.43
- મધ્ય પ્રદેશ 106.47 91.84
- મહારાષ્ટ્ર 103.44 89.97
- મણિપુર 99.13 85.21
- મેઘાલય 96.34 87.11
- મિઝોરમ 93.93 80.46
- નાગાલેન્ડ 97.70 88.81
- ઓડિશા 101.06 92.64
- પુડુચેરી 94.34 84.55
- પંજાબ 94.24 82.40
- રાજસ્થાન 104.88 90.36
- સિક્કિમ 101.50 88.80
- તમિલનાડુ 100.75 92.34
- તેલંગાણા 107.41 95.65
- ત્રિપુરા 97.47 86.50
- ઉત્તર પ્રદેશ 94.56 87.66
- ઉત્તરાખંડ 93.45 88.32
- પશ્ચિમ બંગાળ 104.95 91.76
આ પણ વાંચો – LIC મ્યુચ્યુઅલ ફંડે SIP લિમિટ ઘટાડી, હવે 100 રૂપિયાથી રોકાણ થશે