
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટેના તમામ એક્ઝિટ પોલ ( Haryana Exit Poll result ) નિષ્ફળ ગયા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ બહુમતી તરફ આગળ વધી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, 8 ઓક્ટોબરે પરિણામ આવ્યા બાદ અહીં બધું પલટાઈ ગયું અને હવે રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. દરમિયાન, મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે એક્ઝિટ પોલ પર મોટું નિવેદન આપ્યું છે.
ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા એક સંપૂર્ણ પ્રક્રિયા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, પ્રથમ પરિણામ મતગણતરીનાં દિવસે સવારે 9.10 વાગ્યે આવશે. જ્યારે મતદાન સમાપ્ત થયા પછી, મીડિયામાં 8.05 વાગ્યે જ ચૂંટણીના વલણો બતાવવામાં આવે છે. આ કારણે, એક્ઝિટ પોલ અને ચૂંટણી પરિણામોમાં મોટો તફાવત છે. તેમણે કહ્યું કે પરિણામો જાહેર થતા પહેલા ડેટાને ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
મતદાન પહેલા EVM મશીનોની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે.
EVM પર દરેકની શંકા દૂર કરવાની જવાબદારી અમારી છે.
આ પણ વાંચો – આ રાજ્યમાં બમ્પર 65000 જગ્યાઓ પર ભરતી, 10 પાસ લોકો પણ કરી શકે છે અરજી
