
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેના પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપો પર કાર્યવાહી કરતા, દિલ્હી હાઈકોર્ટે તેમની સામે નોટિસ જારી કરી છે. આતિશી પર ભ્રષ્ટાચારની મદદથી આ ચૂંટણી જીતવાનો આરોપ છે. તેમના જ વિધાનસભા મતવિસ્તારના બે મતદારોએ આતિશી પર ગંભીર આરોપો લગાવ્યા છે.