
સ્વાસ્થ્ય જાેખમથી વડોદરાવાસીઓમાં ભારે રોષશાકમાર્કેટમાં શાકભાજી જાહેર શૌચાલયમાં સંગ્રહાતા હોવાનો વીડિયો વાયરલશૌચાલયના ફ્લોર પર, વૉશ બેસિનની બાજુમાં અને ટોઇલેટના દરવાજા પાસે જ શાકભાજીના ક્રેટ ખડકાયાશહેરના સૌથી મોટા જાહેર શાક માર્કેટમાંથી આખા વડોદરાને હચમચાવી મૂકતી એક ઘટના સામે આવી છે. જે જગ્યાએથી આખા વડોદરા શહેરમાં શાકભાજી પહોંચે છે, તે શહેરની સૌથી મોટી માર્કેટમાં વેચાણ માટે લાવવામાં શાકભાજીનો સંગ્રહ એક શૌચાલયમાં કરવામાં આવતો હોવાના ચોંકાવનારા દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી આ ચોંકાવનારી ઘટના સામે આવતા વડોદરાવાસીઓ હાલ રોષે ભરાયા છે.
વિગતવાર વાત કરીએ તો, વડોદરા શહેરના સૌથી મોટા શાકમાર્કેટનો આ હચમચાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, શૌચાલયના ફ્લોર પર, વૉશ બેસિનની બાજુમાં અને ટોઇલેટના દરવાજા પાસે જ શાકભાજીના ક્રેટ ખડકાયેલા છે. શૌચાલયમાંથી આવતી દુર્ગંધ અને અસ્વચ્છતાને કારણે આ શાકભાજી પર બેક્ટેરિયા તેમજ અન્ય હાનિકારક જીવાણુઓ ચોંટી જવાની ગંભીર આશંકા છે.
આખા વડોદરા શહેરમાં વેચાતી શાકભાજીને વેપારીઓ અહીંથી હોલસેલના ભાવે ખરીદે છે અને બાદમાં છૂટક છૂટક રીતે આ નાના-નાના વેપારીઓ હાથલારી અને નાની-મોટી દુકાનો મારફતે વેંચે છે. મતલબ કે વડોદરાના દરેક ઘરે આ શાકભાજી પહોંચે છે અને દુર્ભાગ્યવશ આ શાકભાજીની રસોઈ બન્યા બાદ પેટમાં જાય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનો ચોંકાવનારો વીડિયો હાલ સામે આવતા વડોદરાવાસીઓ રોષે ભરાયા છે.
વડોદરાનાં સૌથી મોટાં શાકભાજી માર્કેટનાં દૃશ્યો સામે આવ્યા છે. બજારમાં વેચાતા શાકભાજી ક્યાં મુકાય છે તે જાણીને વડોદરાવાસીઓનું લોહી ઉકળી રહ્યું છે. જાહેર શૌચાલયમાં શાકભાજી રખાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ટોઇલેટ-બાથરૂમ પાસે ટામેટા સહિતની શાકભાજી પડેલી છે અને તેના પર માખીઓ અને મચ્છરો ગુંગણી રહ્યા છે. આ શાકભાજીનું ગોડાઉન બનેલાં શૌચાલયનાં દૃશ્યો વાયરલ થતા છે.
શૌચાલયમાં રાખેલા શાકભાજી પર હાનિકારક બેક્ટેરિયા ચોંટી શકે છે. આવા શાકભાજીનું સેવન કરવાથી ઝાડા-ઊલટી, ફૂડ પોઈઝનિંગ તેમજ લાંબા ગાળે કિડની-લીવરને નુકસાન થઈ શકે છે, ત્યારે આ ગંભીર બેદરકારીના વીડિયો સામે આવતા વડોદરાવાસીઓ પરેશાન થયા છે અને ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના શાકબજારોમાં સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે, હવે આગામી સમયમાં આ મામલે તંત્ર કેવું ગંભીર બને છે એ જાેવું રહ્યું!




