દિલ્હી પ્રોટેસ્ટ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ આખી દિલ્હીમાંથી બેરિકેડ્સ હટાવો, ઈન્ટરનેટ અને મેટ્રો સ્ટેશન ચાલુ રાખો કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને ઘણી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમે કહ્યું કે કોઈ મોટા પડકાર વગર મેટ્રો બંધ ન કરવામાં આવે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને ઘણી અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસ દિલ્હીમાં લોકોને આવતા-જતાં ન રોકી શકે. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરતા કહ્યું કે જ્યાં સુધી કાયદો વ્યવસ્થા માટે પડકાર ઉભો ન થાય ત્યાં સુધી મેટ્રોનું સંચાલન સામાન્ય રીતે થવું જાેઈએ. આ સાથે ઈન્ટરનેટ ચાલૂ કરવામાં આવે અને વકીલોને તેનું કામ કરવાથી ન રોકી શકાય. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને શહેરમાંથી બેરિકેટિંગ હટાવવાનો આદેશ આપ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું કે શનિવારે કુલ ૩૦૩ મેટ્રો સ્ટેશનમાંથી ૪૫ સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ ફાઈલ કરી કહેવામાં આવ્યું હતું કે જનપથ અને કર્તવ્ય પથની આસપાસના વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાને લઈને ન્યાયિક સમીક્ષી થવી જાેઈએ. અમે આ વિષય પર વાત કરવા ઈચ્છીશું. પોલીસ જે કહી રહી છે તે કઈ રીતે આર્ટિકલ ૧૯ અને ૨૧ને અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત અધિકારીઓને કહ્યું કે તે બંધ કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનની વિગતો નક્શા પર દેખાડે. બેંચએ કહ્યું કે તેનાથી ખ્યાલ આવશે કે મેટ્રો સ્ટેશન બંધ રહેવાથી લોકો પર કેટલો પ્પભાવ પડ્યો.
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ શહદાન ફરાસતે કહ્યુ કે વલીકોને પણ ઘસેટી બસમાં ભરવામાં આવ્યા અને પછી દૂર જઈ ફેંકી દેવામાં આવ્યા. એક અન્ય વકીલે લોકોની અવરજવર પર ચિંતા વ્યક્ત કરી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે વકીલોને તેનું કામ કરવાથી ન રોકી શકાય.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બંધારણના આર્ટિકલ ૧૯(૨) હેઠળ મેટ્રોનું નિયમિત સંચાલન જારી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે દિલ્હીમાંથી બેરિકેટ્સ હટાવવામાં આવે. સાથે ઈન્ટરનેટ ચાલૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. ૧૬૩ લાગૂ કરવાની સૂચના ન આપવા પર જસ્ટિસ બાગચીએ કહ્યુ કે આ સૂચના વ્યક્તિગત રીતે આપવામાં આવતી નથી.
સુપ્રીમ કોર્ટે ૯ ઓક્ટોબરના આદેશના ઉલ્લંઘનના આરોપો પર સંબંધિત અધિકારીઓને કારણ દર્શાવો નોટિસ જારી કરી છે. કોર્ટે પૂછ્યું કે તેની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તેના પર વાંધો ઉઠાવ્યો. તેના પર જસ્ટિસ બાગચીએ કહ્યુ કે કારણ દર્શાવો નોટિસ અને અવમાનના નોટિસમાં અંતર હોય છે. કોર્ટે અવમાનના અરજીઓ અને બંદી પ્રત્યક્ષીકરણ અરજીઓ (કોઈ વ્યક્તિને અટકાયતમાંથી છોડાવવા માટે કોર્ટમાં કરવામાં આવેલી અરજી) પર પણ બધા સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો છે.
કોર્ટે પોતાના પાછલા આદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે અધિકારીઓને ૫૭ મેટ્રો સ્ટેશન બંધ કરવાના ર્નિણય પર ફરી વિચાર કરવાનું કહેવામાં આવ્યું હતું.
સાથે બદલાયેલા ર્નિણયનો વ્યાપક પ્રચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ટ્રાફિકની અવરજવરને લઈને નવી એડવાઇઝરી જારી કરવા અને મંગળવાર સુધી અનુપાલન રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું હતું. હવે અધિકારીઓએ એફિડેવિટ દાખલ કરી જણાવવું પડશે કે અવમાનની કાર્યવાહી કેમ શરૂ ન કરવામાં આવે.




