
ભારત પર મોટી અસર: ૩૫૦થી વધુ વિમાનો ગ્રાઉન્ડેડ.વિમાનોના સોફ્ટવેરમાં ખામી સર્જાતા ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસરઆ અપગ્રેડમાં ૨-૩ દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A૩૨૦ ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જાેખમને પગલે આ ર્નિણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના ૩૫૦થી વધુ છ૩૨૦ ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં ૩૫૦થી વધુ A૩૨૦ વિમાનો છે, જેમાંથી લગભગ ૨૫૦ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના ૧૨૦-૧૨૫ A૩૨૦ વિમાનોમાંથી ૧૦૦થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં ૨-૩ દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા ર્નિદેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે.
અસુવિધા માટે ખેદ છે.”આ મોટા ર્નિણય પાછળ ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની A૩૨૦ ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ELAC (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યાે. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ (Solar Radiation) ફ્લાઇટ કંટ્રોલ સાથે જાેડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે.
આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વાેચ્ચ પ્રાથમિકતા છે.”




