
રામ મંદિર દાન ચોરી ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને અયોધ્યા છોડવાનું અલ્ટીમેટમ વકીલોની માગ છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ પણ FIR દાખલ કરવામાં આવે રામ મંદિરમાં દાન ચોરી મામલાને લઈ લોકોમાં ભયંકર ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ દરમ્યાન ફૈઝાબાદ બાર એસોસિએશનની બેઠકમાં મોટો ર્નિણય લેવાયો છે. આ ર્નિણય અંતર્ગત કોઈ પણ વકીલ રામ મંદિર દાન ચોરીના આરોપીઓનો કેસ લડશે નહીં. જાે કોઈ વકીલ આ કેસને હાથમાં લેશે તો બાર એસોસિએશનમાંથી તેને બહાર કરી દેવામાં આવશે. સાથે જ તેના પર પાંચ લાખનો દંડ પણ લગાવશે. આ ઉપરાંત વકીલોએ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને ત્રણ દિવસની અંદર અયોધ્યા છોડવાની ચેતવણી પણ આપી દીધી છે. વકીલોએ કહ્યું કે જાે આવું નહીં થાય તો તેઓ અયોધ્યા જામ કરશે. આ ઉપરાંત વકીલોની માગ છે કે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ પણ હ્લૈંઇ દાખલ કરવામાં આવે. સાથે જ વકીલોએ કહ્યું કે તેઓ આ સમગ્ર મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.
કલિકા પ્રસાદ મિશ્રાએ નિવેદન જાહેર કરતા કહ્યું કે, અધિવક્તા સંઘે ર્નિણય લીધો છે કે આ કેસના આરોપીઓનો કેસ સંઘના કોઈ પણ વકીલ હાથમાં લેશે નહીં. તેમાં સરકારી, નામિત અને ખાનગી તમામ વકીલ સામેલ હશે. જાે કોઈ વકીલ આરોપીઓનો કેસ લડવા માગશે તો તેમને સંઘને આવેદન આપવું પડશે અને પ્રતિ આરોપીદીઠ ૫ લાખની સહયોગી રાશી જમા કરાવવી પડશે. તેમના અનુસાર, આ રકમનો ઉપયોગ અભિયોજન (Prosecution) પક્ષના કેસ લડવા માટે થશે.
તેમણે કહ્યું કે, આ મામલામાં સીબીઆઈ તપાસ કરે તેવી માગ કરાઈ છે. જાે ઈલાહાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજી પર CBI તપાસના આદેશ નહીં મળે તો અધિવક્તા સંઘ આ માગને લઈ હાઈકોર્ટમાં જશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં પણ જશે.
બાર એસોસિએશનના અધ્યક્ષે કહ્યું કે ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા વિરુદ્ધ FIR નોંધાવવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર, પહેલા પોલીસમાં રિપોર્ટ નોંધવાનો પ્રયાસ થશે. જાે અહીં રિપોર્ટ નહીં નોંધાય તો કોર્ટમાં જશે અને કાનૂની પ્રક્રિયા અંતર્ગત અંતિમ સ્તર સુધી આગળની લડાઈ લડવામાં આવશે.





