
આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું.અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ પરિવર્તિત રૂટથી દોડશ.આ દરમિયાન આ ટ્રેન અરક્કોણમ,પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ અને ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર નહીં જાય.અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. માર્ગ પરિવર્તન દરમિયાન આ ટ્રેનને તિરૂત્તણિ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનોના રોકાણ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
•ટ્રેન નંબર ૦૯૪૧૯ અમદાવાદ-તિરૂચિરાપલ્લી અઠવાડિક એક્સપ્રેસ સ્પેશિયલ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ સુધી પરિવર્તિત માર્ગ વાયા રેનિગુંટા-અરક્કોણમ નૉર્થ કેબિન-મેલપક્કમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમના રસ્તે ચાલશે.•ટ્રેન નંબર ૦૯૪૨૦ તિરૂચિરાપલ્લી-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી પરિવર્તિત માર્ગ વાયા વેલૂર કેન્ટ-કાટપાડી-મેલપક્કમ-અરક્કોણમ નૉર્થ કેબિન-રેનિગુંટાના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ચેંગલપટ્ટૂ-તામ્બરમ અને ચેન્નાઈ એગ્મોર, પેરમ્બૂર, અરક્કોણમ સ્ટેશનો પર નહીં જાય.




