
બેનામી સંપત્તિનો મામલો.સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીની રેડ.આ દરોડામાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. કલેક્ટરના બંગલે ૨ કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઈડ્ઢ ના દરોડાથી સવાર પડી હતી. સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ત્રાટકતા ચકચાર મચી ગઈ છે.
સુરેન્દ્રનગરમાં કલેક્ટર, નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ ધામા નાંખ્યા છે. ઈડીના અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે. જેમાં તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા છે. વહેલી સવારથી જ ઈડીના અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા છે. વઢવાણ શહેરમાં બે જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જયારે ઈડી દ્વારા કલેક્ટરના બંગલા પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
આ દરોડામાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. કલેક્ટરના બંગલે ૨ કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. તો અન્ય ૪ જગ્યા પર ઇડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ સાતથી આઠ જગ્યા ઉપર ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવી છે.




