પહેલી વાર કિકબૉક્સિંગ કર્યા બાદ તબિયત બગડી દિગ્ગજ અભિનેતાના નિધનના ૫ાંચ વર્ષ બાદ ડૉક્ટર્સનો દાવો પુનીત રાજકુમારે નિધનના દિવસે જિમમાં આશરે દોઢ કલાક કિકબૉક્સિંગ કર્યું હતું : ડૉ. રમન રાવ કન્નડ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા પુનીત રાજકુમારના નિધનને પાંચ વર્ષ થવા જઈ રહ્યાં છે, ત્યારે તેમના અંગત ડૉક્ટર રમના રાવે અભિનેતાની અંતિમ પળો યાદ કરી છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ૨૯ ઑક્ટોબર, ૨૦૨૧ના રોજ પુનીતની તબિયત અચાનક બગડી હતી. કસરત કર્યા બાદ તેઓ ભારે પરસેવો થતો હોવા છતાં ક્લિનિક પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ઈઝ્રય્માં હૃદય પર દબાણનાં સંકેતો જાેવા મળતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ડૉ. રમના રાવના જણાવ્યા મુજબ, પુનીત રાજકુમારે નિધનના દિવસે જિમમાં આશરે દોઢ કલાક કિકબૉક્સિંગ કર્યું હતું. આ તેમના માટે નવો વ્યાયામ હતો. કસરત બાદ તેઓ ખૂબ થાકી ગયા હતા અને પરસેવે રેબઝેબ હાલતમાં ડૉક્ટરના ક્લિનિક પહોંચ્યા હતા. તેમની સ્થિતિ જાેઈને ડૉક્ટરને કંઈક ગંભીર હોવાની આશંકા થઈ હતી. તેમણે તરત જ ઈઝ્રય્ તપાસ કરી હતી. તેમાં હૃદય પર દબાણનાં સંકેતો દેખાતાં પુનીતને દવા આપવામાં આવી અને હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરાઈ હતી.ડૉક્ટરના કહેવા પ્રમાણે, પુનીત પોતાની કારમાં હૉસ્પિટલ જવા નીકળ્યા ત્યારે વાતચીત કરી રહ્યા હતા. ડૉક્ટરે તેમની પત્ની અશ્વિનીને ખોળામાં માથું રાખીને તેમને આરામ કરવા દેવાની સલાહ આપી હતી. જાેકે, હૉસ્પિટલ પહોંચવાની આશરે એક મિનિટ પહેલાં જ તેમના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા. હૉસ્પિટલમાં તબીબી ટીમે તેમને બચાવવા પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી નહોતી. ડૉ. રાવે પુનીતને પોતાના પુત્ર જેવા ગણાવ્યા હતા. તેમના નિધનથી તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. અભિનેતાના મૃત્યુ બાદ કેટલાક નારાજ ચાહકોએ ડૉક્ટરને ધમકીઓ પણ આપી હતી, જેના કારણે તેમને પોલીસ સુરક્ષા હેઠળ રહેવું પડ્યું હતું.પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની વયે નિધન થયું હતું. તેમના અંતિમ દર્શન માટે બેંગલુરુના શ્રી કાંતિવીરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. અભિનય, સાદગી અને સમાજસેવાના કારણે પુનીત આજે પણ ચાહકોના હૃદયમાં જીવંત છે.




