
૨૦૦ કરોડના હવાલા કારોબારનો ખુલાસો.સુરતમાં પેકર્સ એન્ડ મૂવર્સની આડમાં ગોરખધંધો ઝડપાયો.ડિંડોલી વિસ્તારમાં ચાલી રહેલી ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ નામની દુકાન કાળા નાણાના હેરફેરનું હબ બની ગઈ.સુરતમાંથી એક એવા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે જેના તાર દુબઈ અને ચીન સુધી જાેડાયેલા છે.સુરતના ડિંડોલી વિસ્તારમાં ‘ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ‘ના નામે ચાલતી ઓફિસમાં પોલીસે રેડ અને ચોંકી ઉઠી,કેમ કે કે અહીંયા આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓનું સામ્રાજ્ય ચાલતું હતું.આરોપીઓ નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી હતી.છેલ્લા પાંચ વર્ષથી સક્રિય આ ગેંગે ભારતભરમાં હજારો લોકોને ચૂનો લગાવ્યો છે.
આ ગેંગ સામાન્ય લોકોને લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતી હતી.ત્યારબાદ તેમના એટીએમ કાર્ડ, ચેકબુક અને સિમકાર્ડ ભાડે લઈને દેશભરમાં ઓનલાઈન ઠગાઈ માટે તેનો ઉપયોગ કરતી હતી તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગનો સીધો સંપર્ક દુબઈમાં બેઠેલા ‘બિગ બ્રો‘ નામના મુખ્ય સૂત્રધાર સાથે હતો.ટેલિગ્રામ મારફતે આ ગેંગ ચાઈનીઝ સાયબર માફિયાઓના પણ સંપર્કમાં હતી. ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં હવાલા મારફતે સગેવગે કરવા માટે આ ગેંગUSDT ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતી હતી અને નાણાં સીધા વિદેશ મોકલતી હતી.
NCCRP પોર્ટલ પરની તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના ૧૪ બેંક એકાઉન્ટ્સ જ દેશભરમાં ૭૧ સાયબર ફ્રોડના કેસોમાં સંડોવાયેલા છે.દરોડા દરમિયાન પોલીસે ૭ મોબાઈલ, ૨ કોમ્પ્યુટર અને અનેક ચેકબુક-ડેબિટ કાર્ડ સહિત કુલ ૧૦.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હાલ પોલીસે દુબઈના મુખ્ય સૂત્રધાર સહિત ૯ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.




