
વૈશ્વિક સિનેમામાં ગ્લેમરથી વિદ્રોહ સુધીનાં બાર્ડો યુગનો અંત.ફ્રેન્ચ અભિનેત્રી અને એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ બ્રિજિટ બાર્ડોનું ૯૧ વર્ષે નિધન.૬૦ના દાયકામાં સેક્સ સિમ્બલ બાર્ડોએ કારકિર્દીમાં ટોચ પર પહોંચી પ્રાણીઓ માટે ફિલ્મો છોડી દીધી.ફ્રાન્સની દિગ્ગજ અભિનેત્રી, ૧૯૬૦ના દાયકાનાં સેક્સ સિમ્બોલ અને પાછળથી એનિમલ રાઈટ્સ કાર્યકર બની ગયેલાં બ્રિજિટ બાર્ડાેનું ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ દક્ષિણ ફ્રાન્સમાં સ્થિત તેમના ઘરમાં મૃત મળી આવ્યા હતા. આ સાથે યુરોપના સિનેમામાં ગ્લેમરથી વિદ્રોહ સુધીના બાર્ડાે યુગનો અંત આવ્યો છે.બ્રિજિટ બાર્ડાેને વર્ષ ૧૯૫૬માં ફિલ્મ ‘એન્ડ ગોડ ક્રિએટેડ વુમન’થી વૈશ્વિક ખ્યાતી મળી હતી.૧૯૫૦થી ૬૦ના દાયકામાં બ્રિજિટનું નામ ગ્લેમર અને બોલ્ડનેસનો પર્યાય બની ગયું હતું. તેમણે પરંપરાગત છબીઓને તોડતા મહિલાઓની આઝાદી અને આત્મ-અભિવ્યક્તિને નવી ઓળખ આપી હતી.
બ્રિજિટ બાર્ડાેનો જન્મ ૧૯૩૪માં પેરિસમાં થયો હતો. અભિનેત્રી હોવાની સાથે ળેન્ચ પોપ ગાયિકા તરીકે પણ બાર્ડાેએ ખ્યાતિ મેળવી હતી. જાેકે, ફિલ્મી કારકિર્દીમાં ટોચ પર હતાં ત્યારે ૩૯ વર્ષની વયે જ બ્રિજિટે અચાનક ફિલ્મી દુનિયા છોડી દીધી. તેમણે પોતાનું જીવન પશુઓના અધિકારો માટેના આંદોલનને સમર્પિત કરી દીધું હતું. વર્ષ ૧૯૮૫માં તેમને ફ્રાન્સના સર્વાેચ્ચ સન્માન લીજન ઓફ ઓનરથી સન્માનિત કરાયા હતા.જાેકે, પાછળના વર્ષાેમાં તેમના અતિ કટ્ટરવાદી રાજકીય વિચાર, મુસ્લિમો અને વસાહતીઓ વિરુદ્ધ તેમના નિવેદનોએ વિવાદો સર્જ્યા હતા. વંશીય ધૃણા ઉશ્કેરવાના કેસોમાં તેમને અનેક વખત સજા પણ થઈ હતી. તેમનું અંગત જીવન ચર્ચાસ્પદ રહ્યું હતું.




