
સ્કૂલ ફી મામલે હવે નહિ ચાલે શાળાની મનમાની!.ગુજરાતની ૫,૭૮૦ શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરાઈ.હવે રાજ્યની ખાનગી સ્કૂલો ફી છુપાવી નહીં શકે : FRC એ ૫,૭૮૦ સ્કૂલની ફી ઓનલાઈન જાહેર કરી.સ્કૂલ ફી મામલે હવે શાળાઓની મનમાની નહિ ચાલે. સાથે જ હવે ખાનગી શાળાઓ ફી છુપાવી પણ નહિ શકે. કારણ કે, ગુજરાતની ૫,૭૮૦ ખાનગી શાળાઓની ફી નક્કી કરાઈ છે, અને તે FRC ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સ્કૂલ ફી મામલે FRC કડક બની છે. વધુ પ્રમાણમાં વસૂલાતી ફીને કારણે અને તેના પર અંકુશ મૂકવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC )એ મોટો અને પારદર્શક ર્નિણય લીધો છે. જેમાં રાજ્યની ૫૭૮૦ ખાનગી શાળાઓએ કેટલી ફી વસૂલવી તેની માહિતી FRC ની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવાઈ છે. જેથી દરેક વાલી આ વેબસાઈટ થકી સ્કૂલ ફી ચેક કરી શકશે.
આ વિશે અમદાવાદના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, FRC અમદાવાદ ઝોનલે ૫૮૦૦ થી વધુ શાળાઓને ફી મંજૂરી આપી છે. વાલીઓ ઓનલાઇન અને ડેસ્ક બોર્ડ ઉપર શાળાની FRC દ્વારા મંજુર કરેલી ફી જાણી શકાશે. ઘણી શાળાઓમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવી શાળાઓએ ફી પરત અથવા એડજેસ્ટ કરી આપવી પડશે. શાળાઓએ FRC દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડરનું પાલન કરવું પડશે.
જાેકે કેટલીક શાળાઓ ફી ઘટાડાના આદેશ સામે અપીલ માટે જાય તેવી શક્યતા છે.
હવે FRC ની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જાે કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.




