
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા રેલવે મંત્રાલયની નવી ઓફર રેલ-વન એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે મે મહિનામાં દરખાસ્ત અંગે કેવા પ્રતિભાવ મળ્યા છે તેની વિગત આપશે અને તે પછી આગામી ર્નિણય કરાશે
રેલવે મંત્રાલયે અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે નવા પ્રોત્સાહનની જાહેરાત કરી છે. ૧૪ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ ૨૦૨૬ દરમિયાન રેલ-વન એપ મારફત બિનઅનામત ટિકિટની ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે. પેમેન્ટ માટે મુસાફર આર-વોલેટની જગ્યાએ કોઇપણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકશે. આ ઓફર હાલના ૩ ટકા કેશબેક ઉપરાંતની છે. હાલમાં રેલ-વન એપ દ્વારા માત્ર આર-વોલેટ પેમેન્ટના કિસ્સામાં ૩ ટકા કેશબેક મળે છે.મંત્રાલયે સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમને જરૂરી સોફ્ટવેર અપડેટ કરવાની સૂચના આપી છે, જેનાથી ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવી શકાય. ડિજિટલ બુકિંગને વેગ આપવા માટે રેલ-વન એપ પર તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમથી અનરિઝર્વ્ડ ટિકિટના બુકિંગ માટે ૩ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો ર્નિણય કરાયો છે.
આ ડિસ્કાઉન્ટ ૧૪ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ ૨૦૨૬ દરમિયાન બુકિંગ કરાયેલી ટિકિટ પર મળશે.ઝ્રઇૈંજી મે મહિનામાં આ દરખાસ્ત અંગે કેવા પ્રતિભાવ મળ્યા છે તેની વિગત આપશે અને તે પછી આગામી ર્નિણય કરાશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આર-વોલેટ ટ્રાન્ઝેક્શન માટેનું હાલનું ૩ ટકા કેશબેક પણ ચાલુ રહેશે. આ લાભ માત્ર રેલ-વન એપ મારફત મળશે. હાલમાં રેલ-વન એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદવા અને આર-વોલેટ મારફત પેમેન્ટ કરતાં મુસાફરોને ૩ ટકા કેશબેક મળે છે. જાેકે નવી ઓફરમાં તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમ દ્વારા રેલ-વન એપથી ખરીદવામાં આવેલી ટિકિટ પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે.




