
પુણેના વકીલે તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાવી ટી૨૦ વર્લ્ડ કપ જીત્યાની ઉજવણી હાર્દિક પંડ્યાએ ભૂલ કરી નાખી ઉજવણી દરમિયાન તિરંગો લપેટીને હાર્દિક ફરતો જાેવા મળ્યો, પોડિયમ પર ગર્લફ્રેન્ડ સાથે સૂતો જાેવા મળ્યો
ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને શાનદાર જીત મેળવી અને ટ્રોફી જીતી. ખેલાડીઓએ મનમૂકીને ઉજવણી પણ કરી. પરંતુ ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડ્યા ઉજવણીમાં એવી ભૂલ કરી બેઠો કે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
મહારાષ્ટ્રના પુણેના એક પોલીસ મથકમાં વકીલ વાજેદ ખાન બિડકરે આ મામલે હાર્દિક પંડ્યા વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાનની ફરિયાદ કરી છે અને એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરી છે. તથા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. તેમણે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરતી એક લેખિત અરજી આપી.
ફરિયાદ મુજબ ટુર્નામેન્ટ જીત્યા બાદ ભારતીય ટીમ મેદાન પર ઉજવણી કરવામાં મશગુલ હતી અને તેના અનેક વીડિયો પણ વાયરલ થયા છે. આવામાં એક વીડિયોમાં હાર્દિક પંડ્યા મેદાન પર નાચતા દોડતા ખભે તિરંગો લપેટીને ઉજવણી કરતો જાેવા મળે છે.
ફરિયાદ કરનારા વકીલે આરોપ લગાવ્યો છે કે ઉજવણી દરમિયાન હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂતો જાેવા મળ્યો, જ્યારે તેના ખભે તિરંગો હજુ પણ લપેટાયેલો હતો. જે કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન છે.
એડવોકેટ વાજિદ ખાને એએનઆઈને જણાવ્યું કે “તમે અહીં ટી૨૦ વર્લ્ડ કપ જાેયો હશે. હાર્દિક પંડ્યા જીતની ઉજવણીમાં તેની ગર્લફ્રેન્ડ સાથે નાચી રહ્યો હતો. તેની પીઠ પર તિરંગો લપેટાયેલો હતો. ૧૯૭૧ના નેશનલ ફ્લેગ એક્ટની સેક્શન ૨ મુજબ આપણે રાષ્ટ્રીય ધ્વજની ગરીમાનું સન્માન કરવું જાેઈએ. જાે કે હાર્દિક પંડ્યા ઉજવણીમાં એટલો તે મશગુલ થઈ ગયો કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે રાષ્ટ્રીય ધ્વજ પહેરીને સૂઈ ગયો હતો. મારું માનવું છે કે આ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન છે.”
તેમણે વધુમાં કહ્યું કે “મે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે હું ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે તેમણે મને જણાવ્યું કે ઘટના ત્યાં ઘટી છે, અહીં નહીં. આથી મે તેમને કહ્યું કે રાષ્ટ્રીય ધ્વજ સમગ્ર દેશનું પ્રતિક છે, અને આપણે શિવાજી નગર પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકીએ છીએ. ત્યારે તેમણે માની લીધુ.” તેમણે કહ્યું કે “મારી ફરિયાદની એક કોપી મને આપી દીધી. હવે જાેઈએ આગળ શું થાય છે. મે તો ફરિયાદ નોંધાવી દીધી છે. “




