
યુએસમાં જમણેરી પાંખ દ્વારા અનેક વખત કાસીમનો વિરોધ કરાયો.ન્યૂયોર્કના મેયરે અલકાયદા સમર્થકને લીગલ એડવાઈઝર બનાવતાં વિવાદ.સિરિયામાં જન્મેલા કાસિમ અગાઉ બાઈડેન સરકારમાં ઈમિગ્રેશન એડવાઈઝર હતા કાસીમને સોરોસ પરિવારના ફંડમાંથી કોલંબિયા લૉ સ્કૂલમાં ફેલોશિપ મળી હતી. ન્યૂયોર્કના મેયરપદે ચૂંટાયા પછી ઝોહરાન મમદાની પોતાની ટીમ ઊભી કરી રહ્યા છે. ચીફ કાઉન્સેલના પ્રભાવશાળી પદ પર મમદાનીએ અલકાયદાના આતંકવાદીનો બચાવ કરનારા વકીલની નિમણૂક કરતાં રૂઢિચુસ્ત લોબીએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ રાઈટ્સ લોયર અને સિટી યુનિવર્સટી ઓફ ન્યૂયોર્ક ખાતે લૉ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રમઝી કાસીમ હવે મેયરના ટોચના લીગલ એડવાઈઝર બન્યા છે. મમદાનીએ તેમને લીગલ સીસ્ટમ દ્વારા સતાવાયેલા લોકોના રક્ષક તરીકે ઓળખાવ્યા છે. એક્સ પોસ્ટ પર મમદાનીએ, રમઝી કાસીમની વરણીને નવા યુગની શરૂઆત ગણાવતા કહ્યું હતું કે, ૈંઝ્રઈ દ્વારા અટકાયત કરાયેલા ઈમિગ્રન્ટ્સ અને વિદ્યાર્થીઓના બચાવ માટે તેમણે લીગલ ક્લિનિક ઊભી કરી છ અને આ દિશામાં તેમનું યોગદાન સરાહનીય છે. સિરિયામાં જન્મેલા કાસીમ ન્યૂયોર્કના અગ્રણી શિક્ષણવિદ તરીકે ઓળખાય છે અને બાઈડેન સરકારમાં પણ તેઓ ઈમિગ્રેશન એડવાઈઝર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
અગાઉ કાસીમે અલ કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેનના ખાસ સાગરિત અહેમદ અલ ડારબી જેવા વિવાદાસ્પદ લોકોનો બચાવ કરી ચૂક્યા છે. યમનના દરિયામાં ળેન્ચ ઓઈલ ટેન્કર પર બોમ્બ ઝીંકવાના મામલે અલ ડારબીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કાસીમના અગાઉના લખાણો અને કેમ્પસ એક્ટવિઝમ પણ ફરી ચર્ચામાં આવ્યા છે. કાસીમને સોરોસ પરિવારના ફંડમાંથી કોલંબિયા લૉ સ્કૂલમાં ફેલોશિપ મળી હતી.યુએસમાં જમણેરી પાંખ દ્વારા અનેક વખત કાસીમનો વિરોધ થયેલો છે. ૧૯૯૯માં કાસીમે ઈઝરાયેલી રેપ નામની વાનગીનો વિરોધ કર્યાે હતો અને આ નામ મુસ્લિમો તથા આરબની લાગણી દુભાવતું હોવાનું કહ્યું હતું. કોલંબિયામાં તેમણે મુસ્લિમ યુવાનોના ગ્રૂપ ટુરાથની સ્થાપના કરી હતી. આ ગ્રૂપ પર અમેરિકામાં હિંસા ભડકાવવાનો, ઈઝરાયેલી નાગરિકો પર હુમલા કરાવવાનો અને હમાસને સમર્થન આપવાનો આરોપ છે. તાજેતરમાં તેમણે પેલેસ્ટાઈનના કટ્ટર સમર્થક અને કોલંબિયાના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મહેમૂદ ખલીલની અટકાયતનો વિરોધ કર્યાે હતો.




