
૨થી ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટીનો કાર્યક્રમ જાહેર.શિક્ષકો મતદાન સુધારણા કાર્યમાં હોવાથી ધો.૩થી ૮ની ત્રિમાસિક કસોટી સ્થગિત કરો.શહેરી વિસ્તારની સ્કૂલોના ૮૦ ટકા શિક્ષકો જીૈંઇની કામગીરીમાં રોકાયેલા હોવાથી ત્રિમાસિક કસોટી સ્થગિત કરવા શિક્ષકમંડળની રજૂઆત.રાજ્યની ધો.૩થી ૮ની સ્કૂલોમાં બીજા સત્રની ત્રિમાસિક કસોટી આગામી ૨ ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત કરાઈ છે. બીજીબાજુ આજ દિવસો દરમિયાન એટલે કે ૧૩મી ફેબ્રુઆરી સુધી શિક્ષકોને સોંપવામાં આવેલી મ્ન્ર્ંની કામગીરી અંતર્ગત મતદાન સુધારણાની પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. આમ, એક સાથે બે પ્રકારની કામગીરીને લઇને શિક્ષકોમાં નારાજગી જાેવા મળી રહી છે, શિક્ષક મંડળ દ્વારા ચાલુવર્ષ માટે ત્રિમાસિક કસોટી સ્થગિત કરવાની પણ માગણી કરવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ધો.૩થી ૮ની સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે બીજા સત્રની ત્રિમાસિક કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં જીસીઇઆરટીએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ૨જી ફેબ્રુઆરીથી ૧૪મી ફેબ્રુઆરી દરમિયાન દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાશે.
આ ઉપરાંત જીસીઇઆરટી દ્વારા પ્રશ્નબેંક પણ તૈયાર કરવામાં આવી છે. કસોટીમાં ૩૦ ટકા પ્રશ્નો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જેવી કસોટીમાં પુછાતાં એમસીક્યુ જેવા પ્રશ્નો પુછવામાં આવશે. બીજી બાજુ શિક્ષણ સંઘના કહેવા પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા ૧૩મી ફેબ્રુઆરીએ મતદાન યાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોએ આગામી ૧૩મી ફેબ્રુઆરી સુધી કામગીરી પૂર્ણ કરવાનો સમય અપાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆ કરાઈ છે કે, ધો.૩થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ૨જીથી ૧૪મી ફેબ્રુઆરી દરમિયાન ત્રિમાસિક કસોટી લેવાની છે. દ્વિતીય સત્ર દરમિયાન ચૂંટણી પંચ દ્વારા શહેર વિસ્તારની સ્કૂલોના ૮૦ ટકા શિક્ષકોની બીએલઓ તરીકે નિયુક્તિ કરી છે. આ સ્થિતિમાં સ્કૂલમાં અભ્યાસક્રમ પૂરો કરવામાં પણ ભારે મુશ્કેલી ઊભી થઇ છે. અગાઉ પણ શિક્ષકોને બીએલઓની કામગીરી ન આપવા માટે રજૂઆત કરાઈ હતી. હવે ચૂંટણી અધિકારી દ્વારા ૧૩મી ફેબ્રુઆરી સુધીમાં શિક્ષકોને મતદાર સુધારણાની કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે ત્યારે હવે ધો.૩થી ૮ના બાળકો માટે દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટી લેવી મુશ્કેલ હોવાથી આ સત્ર પૂરતી કસોટી મોકૂફ રાખવા માંગણી કરાઈ છે.




