
મૂળ લા ફેમિલા બેલિર ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી.લા ફેમિલા બેલિરની હિન્દી રિમેકમાં અલીઝે અને સિદ્ધાંત.સિદ્ધાંત ચતુર્વેદી છેલ્લે ૨૦૨૫માં ધડક ૨માં જાેવા મળ્યો હતો, જેમા તેની સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હતી.સિદ્ધાંત ચતુર્વેદી અને અલીઝે અગ્નિહોત્રી જાણીતી ળેન્ચ ફિલ્મ લા ફેમિલા બેલિરની હિન્દી રીમેક માટે કાસ્ટ થયાં છે. આ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ વિકાસ બ્હલ ડિરેક્ટ કરશે, જેમાં ટેલેન્ટ અને પરિવારના આધારીત વાર્તા હશે. મૂળ લા ફેમિલા બેલિર ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી અને આ એક ફ્રેન્ચ- બેલ્જિયન કોમેડી ફિલ્મ હતી, જે એરિક લાર્ટીગોએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં ૧૬ વર્ષની છોકરીની વાત છે, જે પોતાનાં બધિર માતા પિતા માટે દુભાષિયાનું કામ કરે છે. તેના સંગીત શિક્ષકને એક વખત તેની ગાયકી વિશે ખબર પડે છે અને તેના જીવનમાં વળાંક આવે છે. તે પોતાના પરિવાર અને કૅરિઅરમાંથી એક વિકલ્પ પસંદ કરવાની મુશ્કેલીમાં મુકાય છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સુત્રએ પીટીઆઈને જણાવ્યા અનુસાર, “વિકાસ બ્હલ સિદ્ધાંત ચતુર્વેદી અને અલિઝે અગ્નિહોત્રી સાથે એક સુંદર ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફ્રેન્ચ ફિલ્મ લા ફએમિલા બિલેરની રીમેક છે. જેની કોડા તરીકે રીમેક બની હતી અને તેને ઓસ્કાર પણ મળ્યો હતો, આ એક મ્યુઝિકલ ફિલ્મ છે. સંજય લીલા ભણસાલીની ખામોશી ફિલ્મ જેવી જ આ ફિલ્મની વાર્તા છે. પણ અમે મૂળ ફ્રેન્ચ ફિલ્મની રીમેક બનાવી રહ્યા છીએ.”સિદ્ધાંત ચતુર્વેદી છેલ્લે ૨૦૨૫માં ધડક ૨માં જાેવા મળ્યો હતો, જેમા તેની સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હતી. જ્યારે અલીઝેએ ૨૦૨૩માં થ્રિલર ફિલ્મ ફર્રેથી ડેબ્યુ કર્યું હતું. જૂનથી ઓગસ્ટ વચ્ચે તેઓ આ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તેઓ મૂળ ફિલ્મની વાર્તાને વળગી રહીને આ ફિલ્મ બનાવશે, તેમાં મૂળ ભારતીય કલ્ચરલ એલિમેન્ટ ઉરીને તેને ભારતીય ઓડિયન્સ માટે તૈયાર કરાશે. સિદ્ધાંત આ ઉપરાંત વધુ એક ફેમિલી ફિલ્મમાં વિકાસ બ્હલ સાથે કામ કરી રહ્યો છે, જેમાં જયા બચ્ચન અને વામિકા ગબ્બી પણ છે.




