
શેરબજારમાં તેજી.નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ ૬૦૦ પોઈન્ટનો ઉછાળો જાેવાયા.નિફ્ટી ૫૦ ૧૮૨ પોઈન્ટ વધીને ૨૬,૩૨૮.૫૫ પર બંધ, સેન્સેક્સ ૦.૬૭ ટકા વધીને ૮૫,૭૬૨.૦૧ પર પહોંચ્યા.શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વધારો જાેવા મળ્યો છે. વર્ષ ૨૦૨૬ના બીજા જ દિવસે ભારતીય શેરબજારના નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ રેકોર્ડ હાઈ પર છે, જ્યારે સેન્સેક્સમાં પણ ૬૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે.
૨૦૨૬ના બીજા દિવસે ભારતીય શેરબજારનો નિફ્ટી૫૦ ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બેંકમાં પણ શાનદાર તેજી જાેવા મળી. નિફ્ટી ૧૯૪ પોઈન્ટ વધીને ૨૬,૩૪૦ પર પહોંચ્યો, જે તેનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે.
ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં પણ ૬૦૦ પોઈન્ટનો વધારો જાેવા મળ્યો. નિફ્ટી બેંક પણ લગભગ ૪૯૦ પોઈન્ટ વધીને ૬૦,૨૦૩.૭૫ પર પહોંચ્યો, જે તેનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે.
બજાર બંધ થવા સુધીમાં નિફ્ટી૫૦ ૧૮૨ પોઈન્ટ વધીને ૨૬,૩૨૮.૫૫ પર બંધ થયો. સેન્સેક્સ ૫૭૩.૪૧ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૮૫,૭૬૨.૦૧ પર પહોંચ્યો. નિફ્ટી૫૦માં Coal India અને Bharat Electronicsના શેર ૨ ટકા સુધી વધ્યા, જ્યારે ITC અને Bajaj Auto ના શેર ૪ ટકા સુધી ઘટ્યા.
બજારનો માહોલ સકારાત્મક રહ્યો, કારણ કે આશરે ૨,૧૮૩ શેર વધ્યા, ૧,૨૦૪ ઘટ્યા અને ૧૬૫ શેર યથાવત રહ્યા. SJVN ના શેર આજે ૧૧.૧૧ ટકા વધીને રૂ. ૮૩ પર બંધ થયા.
ઓલા ઇલેક્ટ્રિકના શેર પણ ૯ ટકા વધ્યા. બોશના શેર આજે ૯ ટકા વધીને રૂ. ૩૯,૪૨૦ પર પહોંચ્યા.




