
ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન.કોંગ્રેસ સરકારના સરવેમાં ૮૩ ટકા લોકોને ઈફસ્ પર ભરોસો.કર્ણાટક સરકારે ૫૧૦૦ લોકો પાસેથી લીધો ફીડબેક.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અનેક વખત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે રાહુલ ગાંધી અવારનવાર ચૂંટણી પંચ અને ઈવીએમમાં ગડબડ હોવાના આક્ષેપો કરતા રહ્યા છે, ત્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર આશંકા વ્યક્ત કરીને સરવે હાથ ધર્યો હતો, જેમાં ખુદ કોંગ્રેસને જ મોટો ઝટકો લાગ્યો છે. સરવેમાં ૮૩ ટકાથી વધુ લોકોએ EVM પર વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસે રિપોર્ટ જાહેર કર્યા બાદ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
કર્ણાટકની કોંગ્રેસ સરકારે ઈફસ્ પર આશંકાને લઈને રાજ્યની ૧૦૨ વિધાનસભા ક્ષેત્રોમાં સરવે હાથ ધર્યો હતો. આ માટે પાર્ટીએ ૫૧૦૦ લોકો પાસેથી ફીડબેક મેળવ્યો હતો. કર્ણાટક સરકારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વી.અનબુકુમાર હેઠળ સરવે કરાવ્યો હતો, જેમાં ૮૩.૬૧ ટકા લોકોએ ઈવીએમને વિશ્વાસપાત્ર ગણાવ્યું છે, જ્યારે ૬૯.૩૯ લોકો માને છે કે, ઈફસ્ના કારણે સાચા પરિણામ સામે આવે છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વારંવાર આક્ષેપ કરતા રહ્યા છે કે, ભાજપ અને ચૂંટણી પંચ દ્વારા EVMસ્માં ગોટાળા કરીને મતની ચોરી કરવામાં આવી રહી છે. રાહુલે ભાજપ પર અનેકવાર વોટ ચોરીના આક્ષેપ કર્યા હતા, ત્યારે હેવ કર્ણાટક કોંગ્રેસે સરવે જાહેર કર્યો છે, જેને લઈને ભાજપે પ્રતિક્રિયા આપી છે. કર્ણાટક વિધાનસભામાં ભાજપના વિપક્ષ નેતા આર.અશોકે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે, ‘રાહુલ ગાંધી વર્ષોથી દેશભરમાં કહી રહ્યા છે કે, ભારતની લોકશાહી ખતરામાં છે અને ઈવીએમ પર વિશ્વાસ રાખવા જેવો નથી, પરંતુ કર્ણાટકની પ્રજાએ કોંગ્રેસના આક્ષેપોને તદ્દન વિપરીત જવાબ આપ્યો છે.’




