
સિંગતેલના ભાવમાં જબરો વધારો.નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણી પર મોંઘવારીનો વધુ એક માર.સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો, સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨,૬૬૦ થી રૂ.૨,૬૮૦ રૂપિયા થયો.નવા વર્ષની શરૂઆત થતા ની સાથે જ સિંગતેલના ભાવમાં વધારો થવાની પણ શરૂઆત થઈ છે. આજરોજ સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે, ત્યારે આ ભાવ વધારો થતા સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨,૬૬૦ થી રૂ.૨,૬૮૦ રૂપિયા થયો છે. સમગ્ર ગુજરાત ભરમાં લોકો સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ વધારે પ્રમાણમાં કરતા હોય છે, ત્યારે આ બંને તેલના ભાવમાં ઘણી વધ – ઘટ થતી જાેવા મળતી હોય છે.
અગાઉ પણ સિંગતેલના ભાવમાં ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ભાવ વધારો થયો હતો, ત્યારે અન્ય રાજ્યોમાં પણ મગફળીની માંગ વધી છે જ્યારે મગફળીની આવક માંગ કરતા ઓછી જાેવા મળી રહી છે જેના કારણે આ ભાવ વધારો સતત જાેવા મળી રહ્યો છે. સીંગતેલના વેપારીએ જણાવ્યું હતું કે સરકાર ટેકાના ભાવે ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે બીજી બાજુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં પણ મોટું નુકસાન થયું હતું જેના લીધે ભાવ વધી રહ્યો છે, સરકાર ટેકાના ભાવે ખરીદી બંધ કરે તે પછી પણ મગફળીની આવક ચાલુ રહે તો ભાવ ઘટવાની સંભાવનાઓ છે નહીંતર ભાવ આગામી દિવસોમાં હજુ પણ વધી શકે છે.




