
ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧૩૦૦ સરકારી કર્મી દંડાયા.આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો.આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો.ઘણી વખત એવી ફરિયાદો ઉઠતી હોય છે કે ટ્રાફિક પોલીસ સરકારી કર્મચારીઓ કે પોલીસકર્મીઓને નિયમ ઉલ્લઘંન પર દંડ કરી કરતી નથી ત્યારે હવે કાયદો બધા માટે સમાનનો હેતુ સાર્થક કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ૧૩૦૦થી વધુ સરકારી કર્મચારીઓને ૬.૧૬ લાખ દંડનો ફટકારવામાં આવ્યો છે.
૨ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધી અમદાવાદમાં મુખ્ય સરકારી કચેરીઓના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પર ટ્રાફિક પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન, સરકારી કર્મચારીઓ સામે કુલ ૧,૨૫૦ કેસ નોંધાયા હતા. આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, વાહનો પર ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો અને નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો. જેમાં રૂ.૫.૭૭ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે લગભગ ૧૦ વાહનોને અટકાયત(ડિટેઇન)માં લેવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યવાહીમાં નિયમનો ભંગ કરતાં પોલીસ કર્મચારીઓને પણ છોડવામાં આવ્યા ન હતા.
૮૦ જેટલા ખાખીના જવાનોની પાવતી ફાડી ૩૮,૮૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. એક પોલીસકર્મીના વાહનની અટક પણ કરવામાં આવી હતી. શહેરના પોલીસ કમિશનરને જાણવા મળ્યું હતું કે સરકારી કચેરીઓ કામ કરતા ઘણા કર્મચારીઓ ટ્રાફિક નિયમનું પાલન કરતાં નથી જે બાદ સરકારી તંત્રમાં જ ટ્રાફિક શિસ્ત લાગુ કરવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને ચેતવણી આપી હતી કે રેન્ક કે હોદ્દાને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવશે, ટ્રાફિક નિયમો દરેક માટે સરખા છે તે પછી સરકારી કર્મચારીઓ હોય કે પોલીસ કર્મચારીઓ, આ ડ્રાઈવને જાેતાં તો લાગી રહ્યું છે કે હવે શહેરમાં કોઈની શરમ કે લાગવગ રાખ્યા વગર ટ્રાફિક નિયમો તોડશે તેની સામે દંડાત્મક કાર્યવાહી થશે.




