
19 PI અને 41 PSIની બદલી, SPનો આદેશ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં બદલીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) દ્વારા 19 PI અને 41 PSI ની બદલી કરવામાં આવી છે. એસપી દ્વારા આંતરિક બદલીના આદેશ કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બદલાનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ ગ્રામ્ય SP દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કુલ ૧૯ પીઆઈ અને ૪૧ પીએસઆઈની બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.
મળતી માહિતી પ્રમાણે એસપી દ્વારા લાંબા સમયથી એક જ જગ્યાએ કામ કરી રહેલા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. બદલી થયેલા અધિકારીને તાત્કાલીક નવી જગ્યાએ હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.




