
પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર ‘નો એન્ટ્રી’.અમદાવાદમાં JEE ૨૦૨૬ અંગે પોલીસ કમિશનરની સૂચના.વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પહોંચવાનું રહેશે.એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રવેશ માટેની JEE-Main ૨૦૨૬ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ૨૧મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.
પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમ ટેબલ અને શિફ્ટ
•JEE–૨૦૨૬ની પરીક્ષા બે તબક્કામાં યોજાશે.
•પરીક્ષાની તારીખ: ૨૧મી, ૨૨મી, ૨૩મી, ૨૪મી જાન્યુઆરી અને ૨૮મી, ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬.
•પ્રથમ શિફ્ટ: સવારે ૯:૦૦થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી.
•બીજી શિફ્ટ: બપોરે ૩:૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી.
•જ્યારે ૨૯મી જાન્યુઆરીના રોજ પેપર-૨ માટે સવારની શિફ્ટનો સમય ૯:૦૦થી ૧૨:૩૦ સુધીનો રહેશે.
અમદાવાદમાં JEE- ૨૦૨૬ અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર ‘નો એન્ટ્રી’ ૨
અમદાવાદમાં ત્નઈઈ ૨૦૨૬ અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર ‘નો એન્ટ્રી’ ૩
પોલીસ કમિશનરનું જાહેરનામું
•પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી શહેર પોલીસ કમિશનરે કડક આદેશો આપ્યા છે.
•પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ મનાઈ છે.
•કેન્દ્રોની આસપાસની તમામ ઝેરોક્ષની દુકાનો પરીક્ષા દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
•વિદ્યાર્થીઓની એકાગ્રતા જળવાઈ રહે તે માટે લાઉડ સ્પીકર કે મોટા અવાજમાં સંગીત વગાડવા પર રોક લગાવવામાં આવી છે.
•પરીક્ષા કેન્દ્ર પાસે બિનજરૂરી ટોળા વળવા કે ભીડ એકઠી કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
NTA દ્વારા જણાવ્યાનુસાર, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પહોંચવાનું રહેશે. એડમિટ કાર્ડ સાથે માન્ય ઓળખપત્ર રાખવું અનિવાર્ય છે. કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કે પ્રતિબંધિત વસ્તુઓ કેન્દ્રની અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.




