પીએમ મોદીના શાસનના ૨૫ વર્ષ પૂર્ણ આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ : મુખ્યમંત્રી મોદીના શાસનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં એક વિશેષ આભાર પ્રસ્તાવ પારિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં એક વિશેષ આભાર પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે.
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જનસેવાનું દાયિત્વ સંભાળ્યું હતું અને ત્યારથી લઈને આજ સુધી સતત ૨૫ વર્ષથી તેઓ અવિરતપણે દેશ અને રાજ્યની સેવા કરી રહ્યા છે. જનસેવા એ જ પ્રભુ સેવા અને જનસેવા એ જ જીવન સાધનાના મંત્ર સાથે આગળ વધતા વડાપ્રધાન મોદીનું વિઝનરી વ્યક્તિત્વ દેશને પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતકાળને યાદ કરતાં ઉમેર્યું કે, એક સમયે દેશ પોલિસી પેરાલિસિસની સ્થિતિમાં હતો, જે આજે બદલાઈને ઉત્તમ સુશાસનનું ઉદાહરણ બન્યો છે. વર્ષ ૨૦૦૧માં જ્યારે નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યું ત્યારે ગુજરાતમાં મહાવિનાશક ભૂકંપ, વીજળી અને પાણીની વિકટ સમસ્યાઓ જેવા મોટા પડકારો હતા, પરંતુ તેમણે દરેક પડકારને અવસરમાં પલટી નાખ્યો. તેમના જ નેતૃત્વમાં આજે કચ્છ સુધી નર્મદાના નીર પહોંચ્યા છે અને ગુજરાત વિશ્વભરમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે. ઉપરાંત, ગુજરાતમાં શરૂ થયેલા ર્નિમળ ગુજરાત અભિયાને પાછળથી દેશવ્યાપી સ્વચ્છ ભારત મિશનનું રૂપ લીધું અને આજે ગુજરાત સેમીકોન હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાનના પ્રજાકલ્યાણના કાર્યોની સરાહના કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ હંમેશા ગરીબ કલ્યાણને કેન્દ્રમાં રાખ્યું છે. મહિલાઓ માટે ઉજ્જવલા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ પારદર્શિતા સાથે છેવાડાના માનવી સુધી પહોંચી છે. યુવાઓ માટે ઇનોવેશન અને કૌશલ્ય વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત સરકારે માત્ર પોતાના દેશવાસીઓનું રક્ષણ જ નથી કર્યું, પરંતુ વિશ્વના અનેક દેશોને રસી પૂરી પાડી હતી. તેમની આંતરરાષ્ટ્રીય સ્તરની નેતાગીરીના કારણે જ વિશ્વના ૩૬ દેશોએ નરેન્દ્ર મોદીને પોતાના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેય અને વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા તેમણે u We will do it નો નારો આપ્યો છે.




