
ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ ટ્રમ્પને પડકાર ફેંક્યો.ગ્રીનલેન્ડમાં NATO યુદ્ધ અભ્યાસ શરુ કરો, ફ્રાન્સ પોતાની સેના મોકલશે.દાવોસમાં મૈક્રોએ કહ્યું હતું કે યુરોપ ધમકીઓની આગળ ઝૂકશે નહીં અને ડરશે પણ નહીં, ટ્રમ્પની ધમકીની ટીકા.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હાલમાં જે દેશમાંથી બરાબરની ટક્કર મળી રહી છે, તે ફ્રાન્સ છે. ગ્રીનલેન્ડના મુદ્દા પર ટ્રમ્પ ફ્રેન્ચ રાષ્ટ્રપતિને ઘણું બધું કહી ચૂક્યા છે. બંનેની વચ્ચે વિવાદ એ હદ સુધી પહોંચી ગયો છે કે ટ્રમ્પે મેક્રોના મેસેજ પણ જાહેર કરી દીધા. પહેલા તો ગ્રીનલેન્ડ પર ટ્રમ્પને સંભળાવી ચૂકેલા ફ્રાન્સે હવે ત્યાં નાટોના સૈન્ય અભિયાનની માગ કરી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેમાં સંપૂર્ણ સહયોગ આપવાનો દાવો કર્યો છે. મૈક્રોના નાટો અભ્યાસવાળું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વિશ્વ આર્થિક મંચનો ઉપયોગ ગ્રીનલેન્ડને મેળવવા માટે કરવાના છે. યુરોપીય વિરોધ છતાં ગ્રીનલેન્ડને પ્રાપ્ત કરવાની પોતાની કોશિશને સતત વધારી રહ્યા છે. મંગળવારે દાવોસમાં મૈક્રોએ કહ્યું હતું કે યુરોપ ધમકીઓની આગળ ઝૂકશે નહીં અને ડરશે પણ નહીં.
મંગળવારે દાવોસમાં મૈક્રોએ કહ્યું હતું કે યુરોપ ધમકીઓની આગળ ઝૂકશે નહીં અને ડરશે પણ નહીં. આ ટ્રમ્પની એ ધમકીની ટીકા હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જાે યુરોપ તેમને ગ્રીનલેન્ડ પર કબજાે કરવા નહીં દે તો તેઓ ભારે ટેરિફ લગાવશે. મૈક્રોએ ટેરિફને બેવકૂફી ભરેલું અને બિનજરૂરી આક્રમકતા ગણાવી હતી. તેમણે ટ્રમ્પે બોર્ડ ઓફ પીસને સંયુક્ત રાષ્ટ્રનો વિકલ્પ માનવાની પણ ના પાડી દીધી. જેના કારણે ટ્રમ્પ વધારે ગુસ્સે થયા. તેમણે દાવોસમાં નાટો પરિણામોની ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પની રણનીતિ ગઠબંધનને ખતરામાં નાખી શકે છે.
ફ્રાન્સના આ નિવેદનને લઈને જ્યારે દાવોસમાં ટ્રમ્પના નાણામંત્રી સ્કોટ બેસેંટને સવાલ કર્યો તો તેમણે ફ્રાન્સની મજાક ઉડાવી. તેમણે આ દેશના રાષ્ટ્રપતિને ખસ્તાહાલ બજેટ તરફ ધ્યાન આપવાની સલાહ આપી દીધી. મૈક્રોના કાર્યાલય તરફથી નાટો અભ્યાસની માગની વાત કહી હતી, જેને લઈને અમેરિકાના નાણામંત્રીને સવાલ થતાં તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મારી તો એ સલાહ છે કે મૈક્રોએ પોતાના દેશની આર્થિક હાલતની ચિંતા કરવી જાેઈએ, તેમને પોતાની જનતાની ચિંતા કરવી જાેઈએ.




